Sanjay V Shah - Author, Journalist
  • Home
  • Articles
    • Rankaar
    • Entertainment
    • Travel
    • Literature
    • Other
  • About
  • Contact
Home
Articles
    Rankaar
    Entertainment
    Travel
    Literature
    Other
About
Contact
Sanjay V Shah - Author, Journalist
  • Home
  • Articles
    • Rankaar
    • Entertainment
    • Travel
    • Literature
    • Other
  • About
  • Contact
Entertainment

ઓટીટીના લેટેસ્ટ શહેનશાહોઃ રાજ અને ડીકે

February 17, 2023 by egujarati No Comments

 

એક ડિરેક્ટર બેલડી અને એક પછી એક ઉત્તમ,સફળ વેબ સિરીઝની વણજાર. ફિલ્મી દુનિયામાં ઠીકઠીક નામ કમાયા પછી રાજ અને ડી. કે.એ ઓટીટી વિશ્વમાં એ માપદંડો સર્જ્યા છે જે ઘણાને મીઠી ઈર્ષ્યા કરાવે. એમની લેટેસ્ટ વેબ સિરીઝ ‘ફર્ઝી’એ કમાલની શરૂઆત કરી છે. એમની બીજી અમુક સિરીઝ પણ આવવાને છે. 

2013માં સૈફ અલી ખાનને ચમકાવતી એક ફિલ્મ નામે ‘ગો ગોવા ગોન’ આવી હતી. પોતાના સમયની એ જુદી ફિલ્મ હતી. ઘણાને ગમી અને ઘણાએ એને વખોડી. એક વાત નક્કી હતી કે એ રૂટિન ફિલ્મ નહોતી. એ ફિલ્મ સુધીમાં બે સોફ્ટવેર એન્જિનિયર ટર્ન્ડ ફિલ્મમેકર્સ, રાજ નિદિમોરુ અને ક્રિષ્ના ડી. કે.એ ફિલ્મજગતમાં એક દાયકો જોઈ લીધો હતો. અમેરિકામાં મસ્ત મજાની આવકવાળી નોકરી છોડીને તેઓ મુંબઈ આવ્યા હતા, મિશન સાથે કે ફિલ્મો બનાવવી છે. શરૂઆતમાં એમણે બચતને મુંબઈમાં ટકવાનો આર્થિક ટેકો બનાવીને કામ ચલાવ્યું. ‘ગો ગોવા ગોન’ સુધીમાં એમની બે ફિલ્મો, ‘99’ અને ‘શોર ઇન ધ સિટી’એ એટલું સાબિત કર્યું હતું કે એમનું ફિલ્મ ક્રાફ્ટ કંઈક હટ કે છે. ‘શોર ઇન ધ સિટી’નાં ખાસ્સાં વખાણ થયાં હતાં છતાં, સુપર સફળતાની રાજ અને ડીકેને પ્રતીક્ષા હતી.

હવે 2023માં આવો. બીજો એક દાયકો સૈફની પેલી ફિલ્મને થઈ ગયો છે. રાજ અને ડી. કે આજે સૌથી સફળતમ ડિરેક્ટર્સ તરીકે મોજ કરી રહ્યા છે. બોલિવુડ અને ઓટીટીના તમામ કલાકારોને એમની સાથે કામ કરવું છે. દિગ્ગજ ઓટીટી પ્લેટફોર્મ્સ એમને પોતાના કરવા તલસી રહ્યા છે. એ લડાઈમાં હાલપૂરતું નેટફ્લિક્સે જીત મેળવીને ડિરેક્ટર્સ બેલડી સાથે લાંબા ગાળાનો કરાર કરી લીધો છે. એમની લેટેસ્ટ સિરીઝ ‘ફર્ઝી’એ રિલીઝ પહેલાં જે હવા બનાવી એ અસ્થાને નથી રહી. સિરીઝ 10 ફેબ્રુઆરીએ આવી એ સાથે લોકચર્ચાનો વિષય બની અને સફળતાની ટ્રેક પર દોડી રહી છે. ‘મની હાઇસ્ટ’ અને ‘સ્કિવ્ડ ગેમ’ વિદેશી સિરીઝ છતાં આપણે ત્યાં ટૉક ઓફ ધ ટાઉન બની જબ્બર સફળ રહી. એવું જ કંઈક ‘ફર્ઝી’ના મામલે થશે એવા અત્યારે આસાર છે.

રાજ અને ડી. કે. એટલે સફળતા એવી અત્યારે વ્યાખ્યા બની છે એમ કહીએ તો અતિશયોક્તિ નથી. ઓટીટીમાં તેઓ ઓલમોસ્ટ નંબર વન મેકર્સ છે. એમની સફળતાનો પાયો નખાયો મનોજ બાજપાઈને ચમકાવતી 2019ની ‘ધ ફેમિલી મેન’ની સીઝન વનથી. એક અંડરકવર એજન્ટ કે કહો જાસૂસ કઈ રીતે પરિવારથી પોતાના વ્યવસાયની વાસ્તવિકતા છુપાવીને દેશ માટે જિંદગી દાવ પર લગાડીને ફરજ નિભાવે છે એની એમાં વાત હતી. ‘ધ ફેમિલી મેન’ ગુણવત્તા અને પરફોર્મન્સનું પરફેક્ટ કોમ્બિનેશન હતી. ઓરિજિનલ વાર્તા, જે રાજ અને ડી. કે.ની ખાસિયત છે, ધરાવતી સિરીઝ ખાસ્સી જોવાઈ અને લાંબો સમય ટોચ પર રહી. સીઝન ટુ પણ દમદાર હતી. પછી રાજ અને ડી. કે.ની ક્રિએટિવ ક્ષમતા વિશે કોઈને શંકા ના રહી.

શાહિદ કપૂર અને વિજય સેતુપતિ વગેરેને ચમકાવતી ‘ફર્ઝી’ના સર્જન પાછળ રસપ્રદ કિસ્સો છે. એમાં નિષ્ફળ કલાકાર આવકના ધાંધિયા વચ્ચે નકલી ચલણી નોટો છાપવા તરફ વળતો બતાવાયો છે. શરૂઆત જરૂરિયાત માટે કરી એ ધીમેધીમે લોભના વમળમાં અટવાતો જાય છે. વાર્તામાં પછી ગેન્ગસ્ટર અને પોલીસ જોડાય છે. પ્લોટને આઠેક વરસ પહેલાં રાજ અને ડી. કે.એ ફિલ્મ તરીકે ડિમોનિટાઇઝેશન પહેલાં વિચાર્યો હતો. એ વખતે એમણે શાહિદ કપૂરને પ્લોટ જણાવીને સાઇન કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. જોકે વાર્તા સવિસ્તર હતી. એને ફિલ્મ તરીકે ન્યાય આપવા વિશે મેકર્સમાં અવઢવ હતી.

પછી જે થયું એ સારા માટે. ‘ફર્ઝી’ના પ્લોટને ફિલ્મને બદલે સિરીઝ તરીકે વિકસાવવામાં આવ્યો. ઉપરાંત, મૂળ પ્લોટ વિચાર્યા પછી દેશમાં ખરેખર ડિમોનેટાઇઝેશન આવવાથી પ્લોટમાં ખાસ્સા સુધારા કરવામાં આવ્યા. સુધારા એટલા માટે કે ડિમોનેટાઇઝેશનથી નકલી ચલણી નોટોના દૂષણનો અંત આવવાની વાત હતી. જો નકલી નોટો રહે નહીં તો ‘ફર્ઝી’ બની શકે નહીં. એટલે નવેસરથી પ્લોટ ઘડાયો.

Continue reading
Share:
Reading time: 1 min
Entertainment

દુનિયા શોર્ટ્સ અને રીલ્સની

February 11, 2023 by egujarati No Comments

 

સોશિયલ મીડિયાની શરૂઆતથી લઈ આજ સુધીમાં અનેક પરિવર્તનો આવ્યાં છે. આ દુનિયામાં બધું બહુ મજેદાર છે અને વિસ્મયજનક પણ 

કલ્પના કરો કે તમે ટ્રેનમાં પ્રવાસ કરી રહ્યા છો. મેટ્રો, લોકલ, લાંબા અંતરની ટ્રેન… કોઈ પણ. સવાર, બપોર, સાંજ અને રાત… ગમે તે સમય છે. આસપાસ અનેક પ્રવાસીઓ છે. બાળક, યુવાન, વૃદ્ધ, ગરીબ, તવંગર… એમાંના મોટા ભાગના લોકોમાં એક વાત કોમન હશે. એ કઈ? બધાનું  મોબાઇલ કે લેપટોપ જેવા સાધનમાં ઊંધું ઘાલીને પ્રવૃત્ત રહેવું. એમાં મોબાઇલનો કે ગેજેટનો ઉપયોગ કરી નક્કર કામ કરનારા બહુ ઓછા હશે. એમાં સોશિયલ મીડિયાએ એમના પર થોપેલો સારો-ખરાબ માલ (ટેક્સ્ટ, ઇમેજ, વિડીયો વગેરે) વાપરવામાં વ્યસ્ત લોકો મહત્તમ હશે. એમાં પણ, જેમાં ઓછી મહેનત પડે એવા શોર્ટ્સ કે રીલ્સ જેવા ટૂંકા વિડીયો જોવામાં ગુલતાન લોકોની સંખ્યા તો સૌથી વધુ હશે.

હવે ટ્રેનમાંથી ઊતરો અને બસમાં ચડો. અથવા પાર્કમાં જઈને બેસો, લગ્નપ્રસંગમાં મહાલો અથવા ગમે ત્યાં જાવ પણ કલ્પના કરો. માણસનો પોતાની વાસ્તવિક (ખરા માણસો સાથે) સોશિયલાઇઝિંગ કરવાનો સ્વભાવ ડિજિટલ સોશિયલ મીડિયાએ છીનવી લીધો છે. એમાં પણ, લાંબા અને ટૂંકા વિડીયોએ લિટરલી દાટ વાળ્યો છે. એવો કે જીવનમાં કરવા જેવું જો કાંઈ બચ્યું છે તો એ છે વિડીયો બનાવવા અને જોવા.

વિડીયો સુધી પહોંચેલી સોશિયલ મીડિયાની પ્રગતિ કમાલ છે. એની તવારીખ સાથેના બોક્સમાં છે. ૨૦૧૩માં ટ્વિટરની સહયોગી કંપની વાઇન પર ટૂંકા વિડીયોની શરૂઆત થઈ હતી. એ વિડીયો છ સેકન્ડના હતા પણ ઇન્ટરેક્ટિવ નહોતા. એ નિષ્ફળ પ્રયાસે એટલું કર્યું કે સોશિયલ મીડિયામાં વિડીયો આવરવાના વિચારને રમતો કરી દીધો.

૨૦૧૬માં મ્યુઝિકલી આવ્યું. ૨૦૧૮માં દોઉયિન નામની ચીની કંપની સાથે ભેળવીને ટિકટોક સર્જવામાં આવ્યું. એમાં યુઝર્સને ૬૦ સેકન્ડના વિડીયો માટે સાઉન્ડ, એડિટિંગ, ક્રિએટિવિટીનો અવકાશ મળ્યો. એનાથી આવેલા આમૂલ પરિવર્તને સોશિયલ મીડિયાની ઓળખ, ઉપયોગિતા, એનો અતિરેક અને એની ઘૂસણખોરી બદલી નાખી. પરિણામ અને દુષ્પરિણામ આપણે જોઈ અને જીવી રહ્યા છીએ.

ટિકટોકે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર, યુટયુબ, સૌની નીંદર હરામ કરી નાખી. એમની પાસે પોતપોતાની રીતે શોર્ટ વિડીયો ફોરમેટમાં ઝંપલાવવા સિવાય વિકલ્પ રહ્યો નહીં. હવે એવી સિચ્યુએશન છે કે નાનું બચ્ચું શોર્ટ જોતાં જોતાં જમે છે અને દાંત વગરનાં ડોસીમા તડકે બેસે તો હાથમાં ધામક સાહિત્યની જગ્યાએ મોબાઇલ છે અને એમાં વિડીયો છે.

Continue reading
Share:
Reading time: 1 min
Entertainment

બનો સોશિયલપ્યોનર, કરો કમાણી

December 19, 2022 by egujarati No Comments
દુનિયાની અડધાથી વધુ પ્રજા ઓનલાઇન છે. કંપનીઓ મોટા પાયે ડિજિટલ પ્રમોશનમાં પૈસા ખર્ચી રહી છે. કોન્ટેન્ટ ક્રિએટર તરીકે, ઇન્ફ્લુએન્સર તરીકે કારકિર્દી બનાવવાનો આ શ્રેષ્ઠ સમય છે

 

૧૯૮૯માં ગુલશન કુમારની વીડિયો ફિલ્મ ‘લાલ દુપટ્ટા મલમલ કા’ આવી હતી. કલાકારો સાહિલ ચઢ્ઢા અને વિવર્લી હતાં. ત્યારે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નવોદિત નિર્માતા ગુલશન કુમાર માટે થિયેટરમાં ફિલ્મ રિલીઝ કરવી અશક્યવત્ હતી. એક તો આથક તાકાત નહોતી અને થિયેટર્સ પર માંધાતાઓની મજબૂત પકડ હતી. સંગીતની અસાધારણ સૂઝબૂઝ ધરાવતા ગુલશન કુમાર ઉભરતા સંગીતકારો, ગીતકારો, ગાયકોને સાઇન કરી થોકબંધ ગીતો બનાવતાં હતાં. એ ગીતો ટી-સિરીઝ મ્યુઝિક બેન્કમાં જમા થતાં. એમાંનાં ચુનંદા ગીતો ઉપાડીને ગુલશન કુમારે વીડિયો ફિલ્મ બનાવીને ઇતિહાસ રચ્યો.

૨૦૦૪માં હરિયાણવી વીડિયો ફિલ્મ ‘ધાકડ છોરા’ આવી હતી. એમાં ઉત્તર કુમાર હીરો હતા જેમણે ફિલ્મ લખી પણ હતી. સાધારણ પ્રોડક્શન વેલ્યુવાળી એ ફિલ્મે તરખાટ મચાવ્યો હતો. ૨૦૨૨માં પણ એને યાદ કરાય છે.

૧૯૮૯ કે ૨૦૦૪માં આવું સાહસ ખેડવું લોઢાના ચણા ચાવવા જેવું હતું. ૨૦૨૨માં આસાન છે. ત્યારે ઇન્ડસ્ટ્રીના બાપ લોકોની દાઢીમાં હાથ નાખવો મોટી જુર્રત હતી. આજે ટેકનોલોજીએ દરેક માટે તકની દુનિયાના દરવાજા ઉઘાડાફટાક મૂકી દીધા છે. આઇડિયા, જીદ, ઇચ્છા અને આયોજનથી સામાન્ય માણસ પણ સફળ સોશિયલ મીડિયા ઓન્ત્રેપ્રિન્યોર, ઇન્ફ્લુએન્સર, યુટયુબર બની શકે છે. ફિલ્મમેકર પણ બની શકે છે. કેવી રીતે?

એજન્ડા ઠરાવો: યાર-દોસ્તો સાથે યુટયુબર કે ઇન્ફ્લુએન્સર બનવાની વાતો ચોરે ને ચૌટે થાય છે. ઘણાની સફળતાનાં નામ લેવાય છે. હરખપદુડાઓ બીજાનું જોઈજોઈને સમય, પૈસા, શાંતિનો બગાડ કરીને જેમતેમ વીડિયો બનાવી ધારવા માંડે છે કે બસ, આ વાઇરલ થયો જ સમજો, લાખ-બે લાખ લાઇક્સ આવી જ સમજો. દિવાસ્વપ્નોમાં નહીં રાચો. પાકા પાયે લાંબા ગાળા માટે, પૂરી નિા સાથે જ આગળ વધવું હોય તો ચોટલી બાંધીને બેસો. સંશોધન કરો, જાણકારોની સલાહ લો, અને પછી, શું કરવું એ ઠરાવો. સફળ યુટયુબર કે ઇન્ફ્લ્એન્ઝર બનવું સરળ ત્યારે જ થવાનું જ્યારે ઉતાવળનું સ્થાન ગાંભીર્ય અને ઉત્સાહનું સ્થાન આયોજન લેશે.

હાસ્ય માટે હાસ્યાસ્પદ ના બનો: ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, યુટયુબ શોર્ટ્સ, જ્યાં જુઓ ત્યાં એવા હરખપદુડા છે જે હાસ્ય પીરસવા મચી પડયા છે. એ અલગ વાત છે કે ઘણાની ક્રિએટિવિટી દર્શકોને બોર બોર જેવડાં આસુંએ રડાવતી હોય છે. સફળતા હાસ્યની નહીં ગુણવત્તાની મોહતાજ છે. દરેક સર્જક માટે પોતાનું અનોખાપણું પારખવું એ સફળતાની પૂર્વશરત છે. આટલું સમજશો તો કંઈક જુદુ, અફલાતૂન કરવાની પ્રેરણા માહ્યલામાંથી જ મળશે. લોકોનો ભ્રમ છે કે શોર્ટ્સ કે રીલ્સમાં હાસ્ય પીરસવું જ પડે. હાસ્ય પીરસવું આસાન નથી અને ના ફાવતું હોય તો પરાણે પીરસવા હાલી પડવું અનિવાર્ય નથી જ.

જાતને રોકવી ઇમ્પોર્ટન્ટ છે: ઇન્ટરનેટ પર શું ચાલી રહ્યું છે? દર્શકોને શું જોવું ગમે? એવું શું છે જે હું સરસ રીતે બનાવી શકું છું? આ બધું સમજવા માટે સમય કાઢીને બીજાનાં કામ જુઓ. એકાદ-બે વીડિયો જોયા ના જોયા અને, ‘આપણે આવું જ બનાવવું છે,’ એવી શેખી મારશો નહીં. શું બનાવવું એ પાકું સમજાય પછી પ્રથમ પગલું ભરો. એ પણ સમજી લો કે કોઈ નથી બનાવતું એવા વીડિયો બનાવીને ચીલો ચાતરી શકાય છે. જરૂર હોય છે મનોમંથન અને આત્મવિશ્વાસની. ટ્રેન્ડસેટર બનવું અઘરું છે, પણ અશક્ય નથી. આપણે સતત જોઈએ છીએ કે કોઈક નવો ટ્રેન્ડ શરૂ થયો અને સૌ દોડી પડયા એની પાછળ. તો કોઈકે શરૂ કરેલા ટ્રેન્ડ પાછળ દોડવા કરતાં તમે કેમ ટ્રેન્ડ ના સર્જીએ? એ માટે આવશ્યક છે વિચાર, મનોમંથન, અભ્યાસ અને પછી નિર્ણય. ‘ધાકડ છોરા’ કે ‘લાલ દુપટ્ટા મલમલ કા’ની વાત એટલે કરી કે એ ફિલ્મોએ ટ્રેન્ડ સર્જ્યા હતા. પ્રસ્થાપિતોના ગઢમાં ગાબડાં પાડયાં હતાં. એમના સર્જકો પાસે આત્મવિશ્વાસ હતો, પૈસાની રેલમછેલ નહોતી.

નિયમિતતા વિના બધું નકામું: આરંભે શૂરા બનવું હોય તો પ્લીઝ, ઓનલાઇન દુનિયા તરફ દ્રષ્ટિપાત કરતા નહીં. આ ક્ષેત્રમાં સફળતા માટે નિયમિતતા અને સાતત્ય જરૂરી છે. કામ કરતા જાવ એમ એમ ભૂલો પણ સુધારતા રહેવું પડે. એક-બે કે પાંચ વીડિયો મૂક્યા અને ધાર્યા લાઇક્સ કે સબસ્ક્રાઇબર્સ ન મળે એટલે ‘દ્રાક્ષ ખાટી છે…’ એમ કહીને વાવટા સંકેલી લેશો તો નહીં ચાલે. અગણિત સફળ યુટયુબર, ઇન્ફ્લુએન્સર્સે પ્રારંભિક નિષ્ફળતાને વણદેખી કરી આગળ વધતા રહીને મોટી સફળતા મેળવી છે. તેઓ આજે પણ સંકોચ વિના નવી સ્ટ્રેટેજી અપનાવે છે. નિયમિતતા અને નાવીન્ય એ છે સફળતાની કૂંજી.

યોગ્ય ટીમ બનાવો: સોશિયલ મીડિયાની દુનિયામાં શરૂઆત એકલા થઈ શકે. બધું થાળે પડવા માંડે એમ ટીમ જોઈએ. મને બધું આવડે છે એવું નહીં કરવાનું. યોગ્ય લોકોની ટીમ બનાવીને કામ વહેંચતા જવાનું. ટીમનો ફાયદો છે મતમતાંતરો, વૈવિધ્યસભર પદ્ધતિઓ અને એમાંથી નીપજતા યોગ્ય નિર્ણયો. આમાં રોકાણ ત્યારે કરવાનું જ્યારે એ ખાતરી હોય કે હવે આગળ જ વધવું છે. પહેલેથી સાધનો, ટીમમાં મોટું રોકાણ ના કરો તો ચાલે. યોગ્ય સમયે રોકાણ જોકે અનિવાર્યતા છે. બસ, ટાઇમિંગ બરાબર રહે.

સોશિયલ મીડિયા પર કરીઅર બનાવવાનો વિચાર નથી ખોટો કે નથી મોડો, કારણ કે…

  • દુનિયા આખીના આશરે સાડાચાર અબજ માણસો સોશિયલ મીડિયાથી કનેક્ટેડ છે. વિચારો કે કરિયર બનાવવા માટે આનાથી મોટું ઓડિયન્સ કે આટલું પ્રચંડ પથરાયેલું પ્લેટફોર્મ ક્યાં મળે? ૨૦૨૭માં તો આ આંકડો વધીને છ અબજ થવાની ધારણા છે. સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને કરિયર બનાવવાનો વિચાર, એટલે જ ક્યારેય ખોટો નથી કે નથી મોડો.
  • અગ્રણી ૭૫% કંપનીઓ બ્રાન્ડિંગ અને પ્રમોશન માટેના બજેટનો એક હિસ્સો ઇન્ફ્લુએન્સર્સ પર વાપરી રહી છે. એમના બજેટમાં નિયમિત વૃદ્ધિ પણ થઈ રહી છે. જો આવડત હોય અને ખીલવી શકાય તો એ દિવસ અવશ્ય આવશે જ્યારે સોશિયલપ્યોનર તરીકે તમે ઊંચી આવક કમાઈ શકો.
  • ઘણીવાર તમે વાંચ્યું હશે કે એક ટ્વિટ કરવાના ફલાણા સ્ટાર કે ઢીંકણા ક્રિકેટરે આટલા કરોડ લીધા. એ તો થયા સુપરસ્ટાર્સ, પણ ઘણા મારા-તમારા જેવા લોકો જે ઇન્ફ્લુએન્સર્સ બન્યા છે તેઓ પણ એક ટ્વીટ કે એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટ કરવાના અમુક હજારથી અમુક લાખ ચાર્જ કરે છે. રિયલી.
  • ૨૦૨૫માં માર્કેટિંગ માટે ઇન્ફ્લુએન્ઝર્સ પર થનારા વૈશ્વિક ખર્ચનું બજેટ ૨૪ અબજ ડોલરને પાર કરી જવાનું છે. એટલે ૨૪,૦૦,૦૦,૦૦,૦૦૦ ડોલર એટલે રૂપિયા ૧૯,૬૮,૦૦,૦૦,૦૦,૦૦૦ એટલે ૧૯૬ લાખ રૂપિયા! આમાં ભાગ પડાવવા માટે સોશિયલપ્યોનર બનવામાં કાંઈ ખોટું નથી.
  • યુટયુબર, ફેસબુકર, ઇન્સ્ટાગ્રામર વગેરે બનવા માટે, શું કરવું, કેમ શીખવું અને કેમ આગળ વધવું એ બધું જાણવા-સમજવા માટે ઇન્ટરનેટ પર એવો ખજાનો છે કે ખાલી થાય જ નહીં. ફોકસ અને નિર્ધાર સાથે જેઓ આગળ વધવા ચાહે છે તેમણે ખજાનો ઉલેચવા નીકળી પડવાનું.

(ગુજરાત સમાચારની સંજયની કૉલમ ઑનલાઇન ઝિંદાબાદમાં શુક્રવાર તા. 16 ડિસેમ્બર 2022 પ્રસિદ્ધ થયેલો લેખ)

આ લેખ ગુજરાત સમાચારમાં વાંચવા અહીં ક્લિક કરોઃ

https://epaper.gujaratsamachar.com/chitralok/16-12-2022/6

Share:
Reading time: 1 min

About Me

image Hello. I am Sanjay V. Shah. I live in Mumbai, India. I am a journalist and an author since 1995. I have been associated with leading Gujarati and English publications since the very beginning of my career. Here, I will share my articles with you on varied subjects. Read, enjoy, and do leave your feedback. Thanks!

Socialize with me

Popular Posts

નાથદ્વારા બદલાઈ રહ્યું છે

November 20, 2022
વેલકમ 2023 આ વર્ષે ઓટીટી પર શું જોશો?

વેલકમ 2023 આ વર્ષે ઓટીટી પર શું જોશો?

January 6, 2023

Enjoying Coffee At Home

February 14, 2012

Categories

  • Decoration
  • Editor's choice
  • Entertainment
  • Front Page Slideshow
  • Interior design
  • Lifestyle
  • Travel
  • Uncategorized

Search

Recent Posts

બાલ સફેદ,પણ દિલ જવાન

બાલ સફેદ,પણ દિલ જવાન

March 24, 2023

ક્લાસિક ફિલ્મો ઓનલાઇન માણો

March 17, 2023
This error message is only visible to WordPress admins

Error: No feed found.

Please go to the Instagram Feed settings page to create a feed.

© 2022 copyright Sanjay V Shah // All rights reserved
Designed by Mangrol Multimedia Ltd.