About Us

સંપાદકનો પરિચય

જો કોઈ એક વાતે સંજયના સમગ્ર જીવનને દિશા આપી હોય તો તે ભાષાસેવા; તેનું જતન, સંવર્ધન અને સમાજકલ્યાણ માટે સતત વિકાસનો સંકલ્પ છે.

સંજય વિ. શાહ વરિષ્ઠ પત્રકાર, ગુજરાતી ભાષાનિષ્ણાત, લેખક, નાટ્યકાર, પટકથાકાર, ગીતકાર, તંત્રી અને મીડિયા ઉદ્યોગસાહસિક છે. પત્રકારત્વ, રંગભૂમિ, ટેલિવિઝન, સિનેમા અને ડિજિટલ મીડિયાનો તેઓ ત્રણ દાયકાથી વધુનો સમૃદ્ધ અનુભવ ધરાવે છે.

તેમના માટે ભાષા માત્ર અભિવ્યક્તિનું માધ્યમ નથી. તે સંસ્કૃતિની સંરક્ષક, સંસ્કૃતિની જીવંત સ્મૃતિ અને પેઢીઓને જોડતી કડી છે. તેમના દરેક, પુસ્તક, તેમની પટકથાઓ, નાટકો આ માન્યતાથી પ્રેરિત છે.

વ્યવસાયિક સફર

ત્રણ દાયકાથી વધુની કારકિર્દીમાં સંજયે અનેક સર્જનાત્મક ભૂમિકાઓ નિભાવી છે. મુખ્યત્વે:

  • માંગરોળ મલ્ટીમીડિયા લિમિટેડ (MML)ના સ્થાપક, ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર
  • દેશવાલેના એડિટર-ઇન-ચીફ
  • લબ્ધપ્રતિષ્ઠિત અખબાર જન્મભૂમિની પ્રવાસપૂર્ત યાત્રાભૂમિના સંપાદક
  • ગુજરાત સમાચારના ભૂતપૂર્વ કટારલેખક, જ્યાં તેમણે મે ૨૦૨૬ સુધી સતત ચાર વર્ષ લોકપ્રિય ઓનલાઇન ઝિંદાબાદ કટાર લખી
  • ચિત્રલેખા ગ્રુપના ગુજરાતી સામયિક જીના ભૂતપૂર્વ તંત્રી
  • અભિયાન ગ્રુપ, મુંબઈ સમાચાર, ગુજરાત સમાચાર અને ધ એશિયન એજ સહિતની મીડિયા સંસ્થાઓમાં સેવા

પત્રકારત્વ ઉપરાંત

સંજયની સર્જનયાત્રા માત્ર પત્રકારત્વ પૂરતી સીમિત નથી.

  • છ ગુજરાતી પુસ્તકોના લેખક
  • વીર સાવરકરના સમગ્ર સાહિત્યનું મરાઠીથી ગુજરાતી ભાષાંતર
  • ઇસ્કોનના બહુભાષી પ્રકાશન પ્રકલ્પમાં આઠ ભાષાઓમાં પુસ્તકોના નિર્માણના સંકલનમાં મહત્ત્વપૂર્ણ યોગદાન
  • ગુજરાતી અને હિંદી ભાષાના પ્રસિદ્ધ નાટ્યકાર તથા સફળ નાટકોના લેખક અને દિગ્દર્શક પણ
  • ટેલિવિઝન સિરિયલ્સ અને ફિલ્મોના પટકથાકાર, સંવાદલેખક
  • નાટકો અને અન્ય સર્જનાત્મક પ્રકલ્પો માટે ગીતલેખન

માંગરોળ મલ્ટીમીડિયા લિમિટેડ

માંગરોળ મલ્ટીમીડિયા લિમિટેડ અગ્રણી બહુભાષી કન્ટેન્ટ કંપનીઓમાંની એક છે, જે નિમ્નલિખિત સેવાઓ પ્રદાન કરે છે:

  • કન્ટેન્ટ 
  • લોકલાઇઝેશન
  • ક્રિએટિવ કમ્યુનિકેશન
  • ડિઝાઇન
  • ઇન્ફોર્મેશન ટેક્નોલોજી (IT)

માંગરોળ મલ્ટીમીડિયા ભારત તથા વિશ્વની ૪૦થી વધુ અગ્રણી ભાષાઓમાં સેવાઓ પૂરી પાડે છે. ભાષાકીય ચોકસાઈ, સંપાદકીય ગુણવત્તા, સાંસ્કૃતિક સંવેદનશીલતા સાથે કંપની વિવિધ ભાષા અને સંસ્કૃતિઓ વચ્ચે સંવાદ સ્થાપવામાં યોગદાન આપે છે. 

ઇગુજરાતી વિશે

eGujarati.com સંજયનો વ્યક્તિગત ડિજિટલ મંચ છે, જ્યાં તેઓ અખબારો અને સામયિકોમાં અગાઉ પ્રકાશિત થયેલા લેખો ઉપરાંત ડિજિટલ માધ્યમ માટે જ લખાયેલા લેખો રજૂ કરે છે. પત્રકારત્વ, ભાષા, પ્રવાસ, સાહિત્ય, મનોરંજન, જાહેર જીવન વગેરે વિષયો પ્રત્યેનો તેમનો સતત રસ અહીં અનુભવી શકાય છે.

સંપર્ક: egujarati@gmail.com

Meet the Editor

If there is one passion that has defined Sanjay’s life, it is the service of language, preserving it, enriching it, and helping it evolve for the benefit of society.

Sanjay V Shah is a senior journalist, Gujarati language expert, author, playwright, screenwriter, lyricist, editor, and media entrepreneur with more than three decades of experience across journalism, theatre, television, cinema, and digital media.

For him, language is far more than a means of communication. It is the living memory of a civilisation, the custodian of culture, and the strongest bridge between generations. Every newspaper column, every book, every screenplay, every stage play, and every editorial he has created has been guided by this enduring belief.

Professional Journey

Over a distinguished career spanning more than three decades, Sanjay has held several editorial and creative leadership positions, including:

  • Founder, Chairman & Managing Director of Mangrol Multimedia Limited (MML)
  • Editor-in-Chief of Deshwale
  • Editor of Yatrabhoomi, the travel supplement of the century-old Janmabhoomi newspaper
  • Former columnist with Gujarat Samachar, where he wrote the widely followed Online Zindabad column for four years until May 2026
  • Former Editor of Jee, the Gujarati magazine of the Chitralekha Group
  • Associated with leading media organisations including the Abhiyaan Group, Mumbai Samachar, Gujarat Samachar, and The Asian Age

Beyond Journalism

Sanjay’s creative journey extends well beyond the newsroom.

  • Author of half a dozen Gujarati books
  • Translator of Veer Savarkar’s exhaustive anthology from Marathi into Gujarati
  • Contributor to a major multilingual publishing initiative for ISKCON, coordinating book production in eight languages
  • Acclaimed playwright in both Gujarati and Hindi, with several successful productions as a writer and director
  • Screenwriter and dialogue writer for television serials and films
  • Lyricist for theatre productions and other creative works

Mangrol Multimedia Limited

Through Mangrol Multimedia Limited, Sanjay has built one of India’s specialised multilingual content companies, offering:

  • Editorial Services
  • Translation
  • Localisation
  • Content Strategy
  • Creative Communication
  • Design
  • Information Technology (IT)

The company serves clients in more than 40 leading Indian and international languages, helping organisations communicate across cultures with linguistic precision, editorial excellence, and cultural sensitivity.

About eGujarati

eGujarati.com is Sanjay’s personal digital platform, where he shares selected articles published in newspapers and magazines alongside original writings created exclusively for the website. It reflects his enduring interests in journalism, language, travel, literature, entertainment, public affairs, and contemporary society. 

Contact: egujarati@gmail.com