Sanjay V Shah - Author, Journalist
  • Home
  • Articles
    • Rankaar
    • Entertainment
    • Travel
    • Literature
    • Other
  • About
  • Contact
Home
Articles
    Rankaar
    Entertainment
    Travel
    Literature
    Other
About
Contact
Sanjay V Shah - Author, Journalist
  • Home
  • Articles
    • Rankaar
    • Entertainment
    • Travel
    • Literature
    • Other
  • About
  • Contact
Editor's choice, Entertainment

દુપહિયાઃ મુદ્દો એક, મથામણ અનેક

March 21, 2025 by egujarati No Comments
અનુભવી કલાકારોનો સરસ અભિનય, ક્યાંક ક્યાંક આવી જતી મજાની ક્ષણો આ સિરીઝને સહ્ય બનાવે છે. એની લંબાઈ અને અનેક વાતોના તાણાવાણા એની વિરુદ્ધ જાય છે

‘પંચાયત’… એક એવી સિરીઝ જેણે ગામડાની સીધી, સરળ વાતને પણ ખાસ્સી મનોરંજક રીતે પડદે પેશ કરી શકાય છે એવું ઓટીટી પર સિદ્ધ કર્યું. જોકે ‘ગુલ્લક’ પણ પોતાનામાં ખાસ છે, કારણ એણે નાનકડા નગરમાં વસતા પરિવારની વાતને અત્યંત મનોરંજક રીતે રજૂ કરી. આવી અમુક સિરીઝથી ઓટીટી પર નિર્ભેળ દેશી વાર્તાઓનું સ્થાન મજબૂત થયું છે. એ કતારમાં હવે દુપહિયા જોડાઈ છે. એ પણ ધડકપુર નામના કાલ્પનિક ગામમાં આકાર લેતી સરળ, સહજ વાર્તા છે. એમાં એવું શું છે કે એને જોવા માટે એમેઝોન પ્રાઇમ પર જઈ શકાય?

બનવારી ઝા (ગજરાજ રાવ)નો પરિવાર ધડકપુરમાં રહે છે. આ ગામ દેશના એકમાત્ર ગુનામુક્ત ગામ તરીકે પોરસાય છે. બનવારી-માલતી અંજુમન સક્સેના)ની દીકરી રોશની (શિવાની રઘુવંશી)નાં લગ્ન નક્કી થાય છે એ છે સિરીઝની શરૂઆતનો મુદ્દો. લગ્ન નક્કી થયાં છે કુબેર ત્રિપાઠી (અવિનાશ દ્વિવેદી) સાથે. આમ તો માગું આવ્યું હતું કુબેરના ભાઈ દુર્લભ (ગોદાન કુમાર)નું પણ રોશનીને મુંબઈ વસવાના અભરખા, એટલે વાત ચાલી મુંબઇયા કુબેર સાથે. લગ્નમાં એક બાઇક દહેજમાં આપવાની શરત સાથે ગોળધાણા ખવાય છે. જીવનભરની બચત ખર્ચીને બનવારી થવાવાળા જમાઈ માટે એક સરસ મજાની બાઇક ખરીદે છે. પણ દીકરો ભૂગોલ (સ્પર્શ શ્રીવાસ્તવ), વાઇરલ થવાયોગ્ય રીલ બનાવવાના ચક્કરમાં, રાતે બાઇક ખેતરે લઈ જાય છે. ત્યાં કોઈક ત્રાટકે છે અને બાઇક લઈને પલાયન થઈ જાય છે. પત્યું. અઠવાડિયે રોશનીનાં લગ્ન છે. હવે શું થશે?

Continue reading
Share:
Reading time: 1 min
Editor's choice, Entertainment

એક બદનામ આશ્રમઃ એક બોરિંગ આગેકૂચ

March 7, 2025 by egujarati No Comments

પાસ્તા અને પુરણપોળી બેઉને ન્યાય આપવાનો આ રાજશ્રી ટાઇપ પ્રયાસ છે. કલાકારોના સંનિષ્ઠ અભિનયથી એમાં ઠીકઠીક પ્રાણ પુરાયા છે. સપરિવાર જોઈ શકાય એવી સિરીઝ હોવાથી પણ એને થોડા માર્ક્સ મળી રહે છે
મનોરંજન અને કલ્પનાશીલતાની એક ઊંચાઈ આંબ્યા પછી કોઈક સિરીઝ માટે ક્લાઇમેકસ પહોંચવા એ સ્તર જાળવા રાખવું અઘરું થઈ શકે છે. આ સિરીઝના નવા એપિસોડ્સ એ વાતનો પુરાવો છે

બબ્બે સીઝન સુધી જેણે દર્શકોને જકડી રાખ્યા એવી એક બદનામ ‘આશ્રમ’ સિરીઝની ત્રીજી સીઝનનો બીજો ભાગ આવી ગયો છે. બોબી દેઓલને નિરાલા બાબા ઉર્ફે મોન્ટી તરીકે પેશ કરતી સિરીઝની આ કડી કેવી છે?

એમએક્સ પ્લેયરની સિરીઝના સર્જક પ્રકાશ ઝા છે. લૉકડાઉનમાં, એટલે ઓગસ્ટ 2020માં એની પહેલી સીઝન આવી હતી. લોકોની આસ્થાનો દુરુપયોગ કરતાના ઢોંગી ધર્મગુરુઓ જેવા નિરાલા બાબાને કેન્દ્રસ્થાને રાખીને બનેલી સિરીઝ અનેક બાબતોથી લોકપ્રિય થઈ. આપણે ત્યાં ઢોંગી ધર્મગુરુઓની કમી નથી. એમની ભવ્ય લાઇફસ્ટાઇલ, એમની કામક્રીડાઓ, રાજકીય રમતો અને આર્થિક ઉન્નતિઓ… બધાંથી લોકો વાકેફ છે. ‘આશ્રમ’ સિરીઝ એ વાતોને મનોરંજક પણ વેધક રીતે સામે લાવી.

સીઝન ત્રણના બીજા ભાગના પાંચ એપિસોડ્સમાં વાર્તા ચાલે છે બાબા નિરાલાએ પોતાને ભગવાન લેખાવા માંડ્યો છે ત્યાંથી. બાબાએ કરેલા શારીરિક સંભોગ પછી માનસિક ધ્વસ્ત પમ્મી પહલવાન (અદિતી પોહણકર) ન્યાય મેળવવાને બદલે સળિયા પાછળ છે. કારણ બાબાએ પોતાની શુદ્ધીકરણ (શારીરિક સંભોગ કરવાને અક્ષણ) સાબિત કર્યો છે. એના પર બળાત્કારનો આરોપ લગાડવા માટે પમ્મી હવે સજા ભોગવી રહી છે. બાબાનો પ્રભાવ એના અનુયાયીઓ તો ઠીક, રાજકારણીઓ પર પણ એવો છવાયો છે કે એ પરોક્ષ સત્તાધીશ થઈ ગયો છે. એ ઠરાવે ત્યારે દિવસ અને એ ઠરાવે ત્યારે રાત, એવી હાલત હોય ત્યાં પમ્મી બાબાનું બગાડી લેવાની?

Continue reading
Share:
Reading time: 1 min
Editor's choice, Entertainment

ડિજિટલ દુનિયાઃ મીઠાઈનો કચરો અને કચરાના ચાહકો

February 28, 2025 by egujarati No Comments

શું જોવું, સાભળવું, વાંચવું, અનુસરવું અને અન્યો સુધી પહોંચાડવું એની જીવનસહજ સમજણ ખતમ કરી નાખી છે ડિજિટલ ક્રાંતિએ. સમય પાકી ગયો છે જ્યારે એની નાગચૂડથી મુક્ત થવાને વ્યક્તિ સફાળી બેઠી થાય

પેલા ‘ઇન્ડિયાસ ગોટ લેટન્ટ’ શોએ આખા દેશમાં બવાલ ઊભો કર્યો એ એક રીતે સારું થયું. એનાથી સારું તો એ થશે કે હલકાઈ કરનારા દેશના બધા અલ્લાહબાદિયાઝ આંટીમાં આવી જાય અને એકવાર દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જ જાય. સમાચાર એવા પણ આવ્યા કે મહાકુંભમેળા નિમિત્તે ઓનલાઇન મીડિયાથી લોકોને ગેરમાર્ગે દોરનારાં સામે સરકારે લાલ આંખ કરી છે. એવું કરનારાં સોશિયલ મીડિયાના 140 ખાતાં સામે કાયદાકીય પગલાં લેવાઈ રહ્યાં છે. ઇન્ટરનેટ અને ડિજિટલ પ્લેટફોર્મ્સ સાથે કેવી રીતે પાડવો એની સૂધબૂધ નથી વાપરનારાને કે નથી ક્રિએટ કરનારને. સરકાર અશ્લીલ અને અસામાજિક કોન્ટેન્ટ બનાવનારા પર તવાઈ મૂકવા મહેનત કરે એ ઠીક છે. એ સિક્કાની એક બાજુ હશે. કોન્ટેન્ટ જોનારાનું સરકાર શું કરે? એમને શિસ્ત, પ્રમાણભાન કેવી રીતે શીખવે?

વપરાશકર્તા પણ જવાબદાર છેઃ ઓનલાઇન મીડિયા લખાણ, તસવીરો, વિડિયોનો મહાસાગર છે. બે ઘડીના આનંદ, લાઇક-સબસ્ક્રાઇબ માટે એમાં કડદો કરવાની મસ્તી થવી માનવસહજ સ્વભાવ છે. કોઈકના મનમાં આવેલા ઉભરાના પાપે, નરી મસ્તી માટે, ક્યારેક કોઈકને દેખાડી દેવા માટે અવિચારી કોન્ટેન્ટ ઓનલાઇન જાય એ ડેન્જરસ છે. આપણે ચેતી અને સુધરી જવાનું છે. ડિજિટલ મીડિયા પર મૂકેલું બધું કાયમી સંગ્રહ બને છે. એનાં દુષ્પરિણામ સમાજે ભોગવવાં પડી શકે છે. વાઇરલ થતા વિડિયો, પોસ્ટર્સ જોયાં જ હશે. એમાંના અનેક ગેરમાર્ગે દોરનારાં, ખોટી વાતને સાચી તરીકે રજૂ કરનારાં હોય છે. આવું કશું ઓનલાઇન બજારમાં જાતે ફેરવતા પહેલાં કે બીજાએ મૂકેલા કચરાને આલિંગન આપતા પહેલાં વિચારવાનું છે, “આ હું કરું છું એ યોગ્ય છે?”

બિનજરૂરી ઉત્સાહ નહીં રાખવોઃ સમય મળ્યે હવે લોકો ડિજિટલી કનેક્ટ થવાનું કામ સૌથી ઝાઝું કરે છે. વાંચન, આંખો બંધ કરીને બસ પોતાનામાં ખોવાઈ જવું, લટાર મારવી એ બધું ગયું. જ્યારે અકારણ ઓનલાઇન હોઈએ ત્યારે અનેક દુષ્કર્મોને નોતરું આપી બેસાય છે. એ દુષ્કર્મો મગજને ભળતી જ ગલીમાં ભેરવી નાખે છે. એનાથી બચવું જ રહ્યું.

Continue reading
Share:
Reading time: 1 min
Editor's choice, Entertainment, Literature

2024માં કોણે, શું, કેટલું, ક્યાં જોયું?

January 31, 2025 by egujarati No Comments
કયા પ્લેટફોર્મ પર ગયા વરસે કઈ સિરીઝ કે ફિલ્મ વધુ જોવાઈ? દેશી મનોરંજનનો દબદબો રહ્યો કે વિદેશીનો? આ અને આવા ઘણા સવાલોના જવાબ આપતા અહેવાલના આંકડાને આધારે જાણીએ ગયા વરસનાં હિટ્સ અને મિસેસ

2024ની વિદાય અને 2025ના આગમનને મહિનો થઈ ગયો છે. એવામાં ગયા વરસે ઓટીટીની દુનિયામાં શું થયું, કોણ અગ્રસર રહ્યું અને કોણ પાછળ રહ્યું એની વિગતો પ્રસિદ્ધ થવા માંડી છે. કરીએ એની વાત.

ગયા વરસે જે પ્લેટફોર્મ્સ સૌથી વધુ જોવાયાં એનાં નામની કલ્પના કરવી એ રોકેટ સાયન્સ નથી. એ છે પ્રાઇમ વિડિયો અને નેટફ્લિક્સ. ભારતમાં આ વિદેશી કંપનીઓએ ઓટીટીને પોતાના ગજવામાં કરી લીધું હોય એવો જાણે તાલ છે. એવું એટલે કહેવું રહ્યું કે એની સ્પર્ધામાં કટ્ટરપણે આગળ વધી રહેલું જિયો સિનેમાનો હજી સુધી એમની સામે ગજ વાગી રહ્યો નથી. એમાં એક મુદ્દો એ પણ નોંધવો રહે કે જિયો સિનેમાએ આપણા સૌની પાસે, મોબાઇલ કનેક્શન વખતે એની સાથે જિયો સિનેમા જોવા દેવાની વાત કરી હતી એ હવે બદલાઈ છે. હવે જિયો સિનેમા પ્રીમિયમના નામે આપણે વધારાના પૈસા ચૂકવીને જ આ પ્લેટફોર્મ પરના સિલેક્ટ કાર્યક્રમો જોઈ શકીએ છીએ. આ એક રીતે અંચઈ ના થઈ?

ઉપર જે વાત કરીએ લાગુ પડતી હતી હિન્દીભાષી કાર્યક્રમોને. પ્રાદેશિક ભાષાઓની વાત કરીએ તો એમાં મેદાને વિજેતા રહ્યું ડિઝની પ્લસ હોટસ્ટાર.

નેટફ્લિક્સ, પ્રાઇમ વિડિયો અને ડિઝની પ્લસ હોટસ્ટારના મળીને આપણે ત્યાં સાત કરોડ સબસ્ક્રાઇબર્સ છે.

Continue reading
Share:
Reading time: 1 min
Editor's choice, Entertainment, Literature, Rankaar

પાતાલ લોક ટુઃ નાગાલેન્ડમાં તંગ-રંગ

January 24, 2025 by egujarati No Comments

નવા વરસની શરૂઆતમાં આવી સારી સિરીઝ આવે એ ઓટીટી માટે સારા સંકેત છે. પાંચ વરસેય ભલે પણ જયદીપ અહલાવતને કેન્દ્રવર્તી પાત્રમાં ચમકાવતી સિરીઝે આવીને રંગ રાખ્યો છે

“રહને દીજિયે સર, યે પાતાલ લોક હૈ…”

“અગર યે પાતાલ લોક હૈ તો મૈં ઉસકા પરમાનન્ટ રેસિડન્સ હૂં…”

દિલ્હીના જમના પાર પોલીસ સ્ટેશનનો ઇન્સ્પેક્ટર હાથીરામ ચૌધરી (જયદીપ અહલાવત) નાગાલેન્ડના દિમાપુરમાં આવું કહીને હોસ્પિટલ બહાર એકઠી થયેલા, ઉશ્કેરાયલા ટોળા વચ્ચે ધસી જાય છે. એની આ ભૂલ એનો જીવ લઈ શકે છે. પણ પોતાના જીવ કરતાં હાથીરામને વધુ ચિંતા અંદર જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાઈ રહેલી સ્ત્રીની છે. આ જે ટોળું ઉશ્કેરાયલું છે એ પેલીને પતાવી નાખવાને જ. હાથીરામ જાણે છે કે ટોળું જો સ્ત્રીને પતાવી નાખશે તો જે મૃત નેતાની હત્યાની ખુન્નસમાં એકઠું થયેલું ટોળું બધાંનું નુકસાન કરી બસશે. અને…

2020માં ‘પાતાલ લોક’ સીઝન વન આવી હતી ત્યારે સૌને નવરા પડવાની ફરજ પડી હતી. કોવિડિયા લોકડાઉનમાં લોકોએ ઓટીટી પર આવતું આ, તે, ફલાણું. ઢીંકણું, જે મળ્યું તે ભરપૂર જોયું હતું. એ પ્રવાહમાં અલગ તરી આવીને લોકો પર સજ્જડ છાપ છોડી જનારી એક સિરીઝ આ હતી. ભલે સિરીઝ પહેલાં જયદીપ અહલાવતને ભાગ્યે જ કોઈ ઓળખતું હતું. સિરીઝના નવ એપિસોડ એવા જડબેસલાક મનોરંજક અને વિચારોત્તેજક હતા કે ના પૂછો વાત.

એ સમયે દિલ્હીના ક્રાઇમ વિશ્વને આવરી લેતી અન્ય સિરીઝ પણ આવી હતી. એમની વચ્ચે પણ ‘પાતાલ લોક’ નોખી તરી આવી હતી. આવી સિરીઝની નવી સીઝન આવે ત્યારે અપેક્ષાઓનો મહાસાગર ઉમટે એ સ્વાભાવિક છે. થેન્કફુલી, નવી સીઝન લગભગ બધા મામલે પહેલી સીઝનના ઠસ્સાને અકબંધ રાખીને દર્શકોને રીઝવવામાં સફળ રહે છે. શું છે નવી સીઝનમાં?

શું નથી એની વાત પહેલાં કરીએ. આ સીઝનમાં આઉટર જમના પાર્ક, દિલ્હીના ક્રાઇમનો ગંદવાડ, ઘણાં નોંધનીય પાત્રો, લાઇક, સંજીવ અને ડોલી મહેરા, વિશાલ ત્યાગી ઉર્ફે હથોડા વગેરે નથી. એક્ચ્યુલી વાર્તા જ એ નથી જે ગયા વખતે હતી. આ વખતે વાર્તા છે દિલ્હીમાં થતા નાગાલેન્ડના નેતા જોનાથન થોમ (કાગુઇરોન્ગ ગોન્મેઈ)ની હત્યા અને એનાથી સર્જાતાં વમળોની. એ હત્યાની તપાસની અને તપાસ દરમિયાન, હાથીરામ અને એના જુનિયરમાંથી ઉપરી-એસીપી થઈ ગયેલા ઇમરાન અન્સારી (ઇશ્વાક સિંઘ)ના ઇન્વેસ્ટિગેશનની. દિલ્હીમાં એક વેપારી સંમેલન થવાનું હોય છે. એની સફળતા નાગાલેન્ડમાં હજારો કરોડોનું વેપારી રોકાણ કરાવે એમ છે. એમાં થોમની હાજરી અનિવાર્ય જેવી છે. પણ સંમેલન પહેલાં દિલ્હીના નાગાલેન્ડ ભવનમાં એની હત્યા થઈ જાય છે. સંવેદનશીલ એવા આ મામલાની તપાસ અન્સારીને સોંપાય છે. એ પોતાના ઉપરની આનાકાની છતાં હાથીરામને સાથી બનાવીને ઉપડે છે દિમાપુર, નાગાલેન્ડ. ત્યાં એમની સહાયમાં છે સ્થાનિક અધિકારી મેઘના બરુઆ (તિલોતમા શોમ).

આપણી સમક્ષ એક સાવ નવું લોકેશન વિશ્વ, સંસ્કૃતિ વિશ્વ, કલાકાર વિશ્વ લઈને ઉભરતી ‘પાતાલ લોક’ની આ સીઝન છે. એમાં ઝળકતા કેટલાય કલાકારો આપણા માટે નમ, ચહેરા અને કામથી સાવ નવા છે. એમાં દેખાતાં સ્થળો આપણે પડદે ભાગ્યે જ જોયા છે. હિન્દી ઉપરાંત એમાં ભરપૂર બોલાતી નાગામીઝ ભાષા આપણા કર્ણપટલ પર સાવ નવો રણકાર ઝંકૃત કરે છે. માત્ર મનોરંજન નહીં, આ સીઝન આપણી સમઝ આપણા જ દેશની એવી બાબતોનો ખજાનો ખોલે છે જે આનંદ, ઉત્તેજના, આશ્ચર્ય, બધું કરાવે છે. આઠ એપિસોડ્સની સીઝન પહેલી સીઝનની જેમ જ ઠહરાવ, ખાલીપો, તંગદિલી સહિત, હાથીરામના પરિવારના ટ્રેક થકી, સામાજિક એન્ગલથી દર્શકને સતત સંકળાયેલા રાખે છે. સિરીઝના અંતે થોમની હત્યાનો મામલો ઉકેલાય છે કેમ એ જોવા સુધીની તાલાવેલી સતત અકબંધ રહે છે એનું કારણ સુંદર મેકિંગ છે, અવવ્લ પરફોર્મન્સીસ છે. ક્લાઇમેક્સ સિક્વન્સમાં આવતું સંગીત પણ અત્યંત અસરકારક છે.

‘પાતાલ લોક’ના કેન્દ્રસ્થાને હાથીરામ છે અને એ એનો પ્રાણ પણ છે. એટલી જ સારી રીતે ઇશ્વાક સિંઘ, તિલોતમા શોમ સીઝનને વજનદાર રાખવા એકદમ સહજ છે. એ તરફના કલાકારોમાં કાગુઇરોન્ગ ગોન્મેઈ, રોઝ લિઝો તરીકે મેરેન્લા ઇમસોન્ગ, ડેનિયલ તરીકે પ્રશાંત તમાંગ, એસ્થર શિપોંગ તરીકે મેન્ગુ સ્યોખીર કમાલનાં છે. ગુડ્ડુના મહત્ત્વના પાત્રમાં રોકિબલ હોસેન પણ નોંધનીય છે. અને હા, ડિરેક્ટર ટર્ન્ડ એક્ટર નાગેશ કુકુનૂર કપિલ રેડ્ડીના પાત્રમાં જામે છે. હાથીરામની પત્ની રેણુ તરીકે ગુલ પનાગ પણ પોતના ભાગે આવેલા મોરચાને બરાબર ન્યાય આપે છે.

ક્રાઇમ સિરીઝને ન્યાય આપે એવા ઘેરા રંગો ‘પાતાલ લોક’ની પહેલી સીઝનમાં પણ હતા અને આ સીઝનમાં પણ છે. કથાનકમાં એનાથી ચોક્કસ અસર ઊભી થાય છે. બિનજરૂરી અને ખાસ તો લાઉડ સંગીત વિનાનો કથાપ્રવાહ પોતાની ખાસિયત ધરાવે છે. અવિનાશ અરુણ અને પ્રોસિત રોય સીઝનના ડિરેક્ટર છે.

પ્રાઇમ વિડિયો પર રિલીઝ થયેલી ‘પાતાલ લોક’ સીઝન ટુ એ લોકો માટે છે જેઓ ગુણવત્તાવાળી સિરીઝ માણવા ચાહે છે. સિરીઝમાં ખૂનામરકી અને ગાળાગાળી છે એ પણ નોંધજો. એટલા માટે કે કોની સાથે બેસીને એ જોવી એ પહેલેથી વિચારી શકાય.

નવું શું છે

  • મિસ્ટ્રી, ડ્રામા, એકશન, થ્રિલર વેબસિરીઝ ‘નાઇટ એજન્ટ સીઝન’ બે ગઇકાલથી નેટફિલ્કસ પર આવી છે. આ સીઝનમાં કુલ દસ એપિસોડ છે. આ સિરીઝમાં ગેબ્રિયલ બાસો, લુસિયાન બુકાનન, કારી મેચેટ, બ્રિટ્ટેની સ્નો, અમાન્ડા વોરેન, એરિયન મેન્ડી, લુઇસ હર્થમ, માઈકલ માલાર્કી છે.
  • આર માધવનની ફિલ્મ ‘હિસાબ બરાબર’ આજથી ઝી ફાઇવ હિન્દી, તમિલ અને તેલુગુમાં આવી છે. આર માધવન સાથે આ ફિલ્મમાં નીલ નીતિન મુકેશ, રશ્મિ દેસાઈ, કીર્તિ કુલ્હારી, ઈમરાન હસાન અને મહેન્દ્ર રાજપૂત જેવા કલાકારો છે.
  • મિથિલા પાલકર અને અમોલ પરાશર અભિનીત ‘સ્વીટ ડ્રીમ્સ’ સીરીઝ આજથી ડિઝની પ્લસ હોટસ્ટાર સ્ટ્રીમ થઈ છે.
  • ડિરેકટર લી દો-યૂનની વેબ નવલકથા ટ્રોમા સેન્ટર: ગોલ્ડન અવર પર આધારિત કોરિયન ટેલિવિઝન ડ્રામા સિરીઝ ‘ધ ટ્રોમા કોડ: હીરોઝ ઓન કોલ’ આજથી નેટફિલ્કસ પર જોવા મળશે. જેમાં જુ જી-હૂન, ચૂ યંગ-વૂ, હા યંગ, યૂન ક્યુંગ-હો અને જંગ જે-ક્વાંગ અભિનય કરતા જોવા મળશે.
  • ‘હાર્લેમ’ની ત્રીજી અને છેલ્લી સીઝન પ્રાઇમ વીડિયો પર ગઈકાલે રિલીઝ થઈ ગઈ છે. આ સિરીઝમાં મુખ્ય કલાકારો શોનિક્વા શાંડાઈ, ગ્રેસ બાયર્સ, મેગન ગુડ અને જેરી જોહ્ન્સન સહિત મુખ્ય કલાકારો અંતિમ સીઝનમાં પરત દેખાશે.

આ લેખ ગુજરાત સમાચારમાં વાંચવા અહીં ક્લિક કરોઃ

https://epaper.gujaratsamachar.com/chitralok/24-01-2025/6

 

 

 

 

 

 

 

 

Share:
Reading time: 1 min
Page 4 of 8« First...«3456»...Last »

About Me

image Hello. I am Sanjay V. Shah. I live in Mumbai, India. I am a journalist and an author since 1995. I have been associated with leading Gujarati and English publications since the very beginning of my career. Here, I will share my articles with you on varied subjects. Read, enjoy, and do leave your feedback. Thanks!

Socialize with me

Popular Posts

નાથદ્વારા બદલાઈ રહ્યું છે

November 20, 2022

વેલકમ 2023 આ વર્ષે ઓટીટી પર શું જોશો?

January 6, 2023
વારાણસી ડાયરી – ભાગ 01

વારાણસી ડાયરી – ભાગ 01

November 3, 2022

Categories

  • Editor's choice
  • Entertainment
  • Lifestyle
  • Literature
  • Rankaar
  • Travel
  • Uncategorized

Search

Recent Posts

રંગીનઃ વચમાં ગડથોલાં ખાતા રંગોનું શું?

રંગીનઃ વચમાં ગડથોલાં ખાતા રંગોનું શું?

August 8, 2025
રાજીવ ગાંધીના હત્યારાઓનું પછી શું થયું?

રાજીવ ગાંધીના હત્યારાઓનું પછી શું થયું?

August 1, 2025
This error message is only visible to WordPress admins

Error: No feed found.

Please go to the Instagram Feed settings page to create a feed.

© 2022 copyright Sanjay V Shah // All rights reserved
Designed by Mangrol Multimedia Ltd.