Sanjay V Shah - Author, Journalist
  • Home
  • Articles
    • Rankaar
    • Entertainment
    • Travel
    • Literature
    • Other
  • About
  • Contact
Home
Articles
    Rankaar
    Entertainment
    Travel
    Literature
    Other
About
Contact
Sanjay V Shah - Author, Journalist
  • Home
  • Articles
    • Rankaar
    • Entertainment
    • Travel
    • Literature
    • Other
  • About
  • Contact
Editor's choice, Entertainment, Literature, Rankaar

મ્યુઝિક શોપ મૂર્તિઃ હળવાશભરી, મજાની

January 17, 2025 by egujarati No Comments
જેનું નામ પણ ઘણાએ સાંભળ્યું નહીં હોય એવી આ તેલુગુ ફિલ્મ પરફેક્ટ ફેમિલી એન્ટરટેઇનર છે. બોક્સ ઓફિસ પર ભલે એ ખાસ કશું ઉકાળી શકી નહોતી પણ ઓટીટી પર આવ્યા પછી એના ચાહકોની સંખ્યામાં ઉછાળો આવ્યો છે. એનાં ઓનલાઇન રેટિંગ્સ પણ તગડાં છે

આ ફિલ્મો ક્યારે આવી અને ગઈ એનો પત્તો પણ ઘણીવાર નથી હોતો. એમાં વળી એ ફિલ્મ પરભાષાની હોય ત્યારે એવું બિલકુલ થઈ શકે છે. છતાં, ઓટીટીના જમાનામાં આવું થવું જરા નવાઈભર્યું ગણાય. એવી એક ફિલ્મની વાત કરીએ. એ છે તેલુગુ મૂવી, નામ છે ‘મ્યુઝિક શોપ મૂર્તિ’. કોઈને થશે, “આ વળી કેવું નામ? ક્યારે આવી હતી આ ફિલ્મ? કોણ છે એમાં?” આ રહ્યા જવાબ.

ડિરેક્ટર સિવા પલાગુડુની આ ફિલ્મ ગયા જૂનમાં મોટા પડદે આવી હતી. એમાં અજય ઘોષ અવે ચાંદની ચૌધરી નામનાં અભિનેતાઓ પ્રમુખ ભૂમિકામાં છે. આપણે, એમ કહી શકાય કે, આ ડિરેક્ટર કે એમનાં કલાકારોથી બહુ પરિચિત નથી. વાંધો નહીં, પણ આ ફિલ્મનો પરિચય મેળવવા જેવો છે.

વિનુકોંડા નામના આંધ્ર પ્રદેશના ગામની એમાં વાત છે. વનપ્રવેશ કરી ચૂકેલો, મૂર્તિ (અજય) નામનો માણસ છે. એની મ્યુઝિક શોપ છે. એટલે, આજના જમાનામાં પણ ઓડિયો કેસેટ્સ વેચતી, બાવા આદમના જમાનાની, મ્યુઝિક શોપ છે. જમાનો બદલાયો પણ આપણા મૂર્તિભાઈ ઠેરના ઠેર છે. એમને નથી સમય સાથે તાલ મિલાવતા આવડ્યો કે નથી વેપાર બદલવો ફાવ્યો. એમાં તો એની પત્ની જયા (અમાની) ગિન્નાયેલી છે અને ભાયડા પર સતત પસ્તાળ પાડતી રહે છે, “તમારામાં તો… ”

બીજી તરફ એક શહેરી કન્યા, ડીજે અંજના (ચાંદની) ગામ આવી છે. દીકરીને ઊંચો અભ્યાસ કરાવનાર એના પિતા રામકૃષ્ણ (ભાનુ ચંદર)ને દીકરીની ડીજેગીરી બહુ કઠે છે, “આ બધું કરવા તને ભણાવીગણાવી?” એકવાર પપ્પા એવા ભડકે છે કે અંજનાનું ડીજે કોન્સોલને તોડી નાખે છે. લેતી જા. અંજના પણ જીદ્દી છે. એ નીકળી પડે છે એવા મેકેનિકની તલાશમાં જે કોન્સોલ રિપેર કરી આપે. પણ નાનકડા આ ગામમાં એનું રિપેરિંગ કરનાર તો ઠીક, એનું નામ કે કામ જાણનારાનો પણ ક્યાં મળવાનો?

ત્યાં એકવાર અંજના પહોંચે છે મૂર્તિની દુકાન સુધી. મૂર્તિ ભલે ડીજે કોન્સોલ વિશે જાણતો નથી પણ, અંજના પાસેથી ડીજે કેમ બનાય એનું જ્ઞાન મેળવવા માટે ચેલેન્જ લે છે, “હું રિપેર કરી આપીશ.” અઠ્ઠેકઠ્ઠે મૂર્તિ રિપેરિંગ શરૂ કરે છે. એ પ્રોસેસમાં એની અને અંજના વચ્ચે આત્મીયતા થાય છે. મૂર્તિને ડીજે બનવાની ઘેલછા થઈ છે એ એનું કારણ છે, “એકવાર ડીજે થાઉં તો ઘેર મ્હેણાં નહીં સાંભળવાં પડે અને પૈસાની કટકટ પણ કાયમ માટે જશે. ડીજે બની શક્યો તો મોટા શહેર જઈને એવું કામ કરીશ કે…”

Continue reading
Share:
Reading time: 1 min
Editor's choice, Entertainment, Literature, Rankaar

વિદેશીઓ માટે દેશી પડીકું

January 11, 2025 by egujarati No Comments
‘ઓલ વી ઇમેજિન એઝ લાઇટ’ ફિલ્મે પાયલ કાપડિયાને લાઇમલાઇટમાં લાવી દીધી છે. ઘણાને એમ હતું કે ‘લાપતા લેડીઝ’ને બદલે આ ફિલ્મને આપણે ઓસ્કારમાં મોકલવાની જરૂર હતી. વાંચો આ લેખ અને જાણો વધુ વિગતો

આ ફિલ્મે સાડાત્રણ ડઝનથી વધારે આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલમાં મેદાન માર્યું છે. 2024ની આ ફિલ્મે આપણને પાયલ કાપડિયા નામની દિગ્દર્શિકાનો પરિચય કરાવ્યો છે. ફિલ્મની ભાષા મલયાલમ છે. ફિલ્મમાં મરાઠી, હિન્દી, અંગ્રેજી અને પ્રારંભમાં ગુજરાતી સંવાદ પણ આવે છે.

આ ફિલ્મને ભારતની ઓસ્કારમાં સત્તાવાર એન્ટ્રી બનાવવા અમુક સર્જકોએ ભલામણ કરી હતી. એવું નથી થયું એ અલગ વાત છે. ભારતે મોકલાવી ‘લાપતા લેડીઝ’. ઘણાને પ્રશ્ન થશે કે જેને દુનિયાએ વખાણી એવી આ ફિલ્મને આપણે કેમ ઓસ્કારમાં નહીં મોકલી? તો, ફિલ્મનું નામ છે ‘ઓલ વી ઇમેજિન એઝ લાઇટ’. હવે જાણીએ ફિલ્મમાં શું છે. અરે હા, ફિલ્મ ડિઝની હોટસ્ટાર પર આવી છે.

Continue reading
Share:
Reading time: 1 min
Editor's choice, Entertainment

સ્ક્વિડ ગેમ 2ઃ ગાજ્યાં મેહ…

January 3, 2025 by egujarati No Comments

પહેલાં ક્યારેય ના માણી હોય એવી વાત આ સિરીઝ એની પહેલી સીઝનમાં લાવી હતી. બીજી સીઝનની પ્રતીક્ષા આખી દુનિયાને હતી. જોઈએ, એમાં શું છે

દરેક ફિલ્મ કે સિરીઝ ફ્રેન્ચાઇઝ બનવાને લાયક નથી હોતી. પરાણે ફ્રેન્ચાઇઝ ઊભી કરવામાં આવે તો વાત બગડી શકે છે. ‘સ્ક્વિડ ગેમ’ની હાલત બિલકુલ એવી છે. 2021માં એની સુપર એવી પહેલી સીઝન સાથે વાતનો માંડવાળ થઈ જાત તો આજે દર્શકોએ એની નબળી અને કંટાળાજનક બીજી સીઝન જોવાની જરૂર પડત નહીં.

નેટફ્લિક્સ પર સૌથી વધુ જોવાનારી સિરીઝ બનવાનું બહુમાન જેવુંતેવું નથી. દક્ષિણ કોરિયન સિરીઝ ‘સ્ક્વિડ ગેમ’ એ સિદ્ધિ હાંસલ કરી શકી એ મોટી વાત ગણાય. એ જવા દો. એને આઈએમડીબી પર ફાંકડું આઠ રેટિંગ મળે એ કેવું. એનો એવો અર્થ થયો કે સિરીઝ જોનારા દર્શકોએ એને ખોબલે ખોબલે વધાવી હતી. એમાં ઉમેરી દો એણે જીતેલા છ પ્રાઇમટાઇમ એમી એવોર્ડ્સ સહિત, કુલ 44 એવોર્ડ્સ અને 92 નોમિનેશન્સ.

‘સ્ક્વિડ ગેમ’ના સર્જક હ્વાન્ગ દોન્ગ-હ્યુન્ક માટે એ જેવીતેવી વાત ના ગણાય. 2011માં ‘ધ ક્રુસિબલ’ (સાઇલેન્સ્ડ) નામની એમની ફિલ્મ દક્ષિણ કોરિયાની એક સફળતમ ફિલ્મ હતી. પછી ‘મિસ ગ્રેની’ અને ‘ધ ફોરટ્રેસ’ જેવી સારી ફિલ્મો એમણે આપી. છતાં, વિશ્વને એમના અસ્તિત્વની, સર્જનશીલતાની જાણ ‘સ્ક્વિડ ગેમ’થી થઈ.

હ્વાન્ગ વિશે એક રસપ્રદ વાત કર્યા પછી ‘સ્ક્વિડ ગેમ’ની વાત કરીશું.  2008 સુધી હ્વાન્ગે એમની ફિલ્મો માટે નાણાં ઊભાં કરવાં નિષ્ફળ છટપટિયાં માર્યા હતાં. એમની આર્થક સ્થિતિ નબળી હતી. ઘર ચલાવવા એમનાં મમ્મી અને દાદીએ ખાસ્સી લોન લીધી હતી. એ સમયે દક્ષિણ કોરિયાની આર્થિક હાલત પણ ખસ્તા હતી. દેશ દેવામાં ડૂબેલો હતો. ત્યારે હ્વાન્ગ કલાકો સુધી માન્હ્વાબાન્ગ તરીકે ઓળખાતા કેફેમાં બેઠા રહેતા. આ કેફેમાં લોકો બેઠા રહે, ઇન્ટરનેટ ફંફોળ્યા કરે અથવા વાંચન કર્યા કરે. એવું કરનારા હ્વાન્ગ પણ હતા. ત્યાં તેઓ જાપાનના ‘મેન્ગા’ તરીકે જાણીતાં પુસ્તકો વાંચતા. એ પુસ્તકોની વાર્તા સામાન્યપણે અકલ્પનીય કસોટીઓ અને એમાં ટકી જનારા નાયકોની હોય છે. એને કહેવાય સર્વાઇવલ સ્ટોરીઝ. તેઓ એ કથાઓને મનોમન પોતાના દેશનાં પુસ્તકો અને સ્થિતિ સાથે સરખાવતાં વિચારે, “એક એવી સ્ટોરી લખવી જોઈએ જેમાં મૂડીવાદી માટે સૂગ છલકતી હોય, સાથે પરાકાષ્ઠાને આંબતી સ્પર્ધા હોય જે જીવનના સંઘર્ષનો પરોક્ષ આયનો હોય. પણ મારે એવી કથા લખવી જેમાં પાત્રો એકદમ સાચુકલા જીવન જેવાં હોય.”

એમણે ત્યારે કથા લખી અને વેચવાની કોશિશ કરી. એમની તમામ કોશિશ ઊંધા માથે પછડાઈ. સો કહેતા કે આટલી ક્રૂર, લોહીયાળ સ્ટોરી કોણ જોવાનું? ખેર, એ સ્ટોરીને અભેરાઈ પર ચડાવીને એમણે ત્રણ ફિલ્મો બનાવી. એમને સારી સફળતા અને નામના મળી. ત્યાં…

Continue reading
Share:
Reading time: 1 min
Editor's choice, Entertainment

સરવૈયું 2024નું 

December 28, 2024 by egujarati No Comments
2024 આવજો કહેવાને સજ્જ છે. ઓટીટીએ આ વરસે પણ અનેક ફિલ્મો અને સિરીઝથી દર્શકોનાં દિલ જીતવા મથામણ કરી છે. અમુકમાં એને સફળતા મળી છે. આવો, એક નજર નાખીએ વરસના નોંધનીય મનોરંજક વિકલ્પો પર

પંચાયત: મે મહિનામાં એની ત્રીજી સીઝન આવી. ઓટીટી પરની એ કદાચ સૌથી સારી ફ્રેન્ચાઇઝી પહેલી બે સીઝનમાં સાબિત થઈ ગઈ હતી. ત્રીજી સીઝન એટલી તો સારી રહી જ કે દર્શકોએ એને જોવામાં ખર્ચેલો સમય વ્યર્થ ગયાની લાગણી ના થાય. અસલ દેશી માહોલ વચ્ચે આ સીઝનમાં રાજકીય ટ્વિસ્ટ ઉમેરાયો. વાર્તામાં નિર્દોષતા સાથે ખટપટ ઉમેરાઈ. આઠ એપિસોડની લેટેસ્ટ સીઝન સરવાળે જૂના-નવાના કોમ્બિનેશનથી અલગ તરી આવી. ના જોઈ હો. તો ‘પંચાયત’ જરૂર જોઈ શકાય છે.

કોટા ફેક્ટરી: જીતેન્દ્ર કુમારની આ બીજી સિરીઝ પણ ત્રીજી સીઝનમાં પ્રવેશી. ‘પંચાયત’માં સચિવ તો અહીં જીતુ ભૈયા તરીકે એ રંગ રાખે છે. પાંચ એપિસોડની સીઝનમાં જીતુ ભૈયા પોતે માનસિક તાણમાંથી પસાર થતા હોય એ એન્ગલ સહિત વિદ્યાર્થીઓના પ્રશ્નો પણ પહેલાંની જેમ વણાઈ જાય છે. એકમેકથી સાવ ભિન્ન એવી પંચાયત અને આ સિરીઝ આપણા ઓટીટી વિશ્વની બે દમદાર રજૂઆત છે.

મિર્ઝાપુર: કોવિડ પહેલાંથી ઓટીટી તરફ દર્શકોનું ધ્યાન ખેંચનારી આ સિરીઝ આ વરસે ત્રીજી સીઝન સાથે રિવાઇવ થઈ. એમ કરતાં છ વરસ એને લાગ્યાં પણ ઠીક છે. મારધાડ અને તંગ વાતાવરણ જેમને ફાવે એમના માટે સિરીઝ પહેલેથી માણવાલાયક રહી છે. જોકે ત્રીજી સીઝનમાં કથાનક પહેલાં કરતાં નબળું રહ્યું એ નક્કી. અલી ફઝલ અને પંકજ ત્રિપાઠીના પરફોર્મન્સથી લેટેસ્ટ સીઝન કંઈક અંશે બચી ગઈ એ પણ નોંધવું રહ્યું.

 સિટાડેલ હની બની: આ સિરીઝનો ઉલ્લેખ માત્ર એટલા કારણસર કે એમાં સામંથા રૂથ પ્રભુ, વરુણ ધવન અને કે. કે, મેનન જેવાં મોટાં ગજાનાં કલાકારો છે. સિરીઝ સાથે વરુણે ઓટીટી પર વિધિવત્ પદાર્પણ કર્યું છે. જોકે જે ઓરિજિનલ અમેરિકન સિરીઝ અને એના ભારતીય સંસ્કરણની જેમ આ સિરીઝ પણ સાધારણ છે. ખર્ચાળ છતાં કંગાળ એવું એના માટે કહી શકાય.

હીરામંડી: સંજય લીલા ભણસાલી ઓટીટી પર આવે એ પોતાનામાં એક બ્રેકિંગ ન્યુઝ કહેવાય. ખાસ્સા વિલંબ પછી એમની સિરીઝ ‘હીરામંડી’ આ વરસે પડદે પહોંચી અને એણે, દર્શકોને બે હિસ્સામાં વહેંચી નાખ્યા. એક વર્ગ એવો જેમને સિરીઝ બેહદ ગમી. બીજો જેમને એ ભણસાલીની કક્ષાની નહીં લાગી. છતાં, મેકિંગ, મ્યુઝિક, સ્ટાર વેલ્યુ સહિતનાં પરિબળોની દ્રષ્ટિએ સિરીઝ સુપર રહી એ પાકું છે. આઝાદીની લડાઈની પશ્ચાદભૂમાં આકાર લેતી સિરીઝે સિતારાઓની હાજરીથી પણ દમામ રાખ્યો. એની નવી સીઝન પણ આવવાની છે.

Continue reading
Share:
Reading time: 1 min
Editor's choice, Entertainment, Literature, Rankaar

મેરી અને ડિસ્પેચઃ ક્રિએટિવિટીનું મિસમેચ

December 20, 2024 by egujarati No Comments
ક્રિસમસ આવી રહી છે ત્યારે મધર મેરી વિશેની એક ફિલ્મની વાત કરીએ. સાથે વાત કરીએ ઓટીટી પર જમાવટ કરનારા મનોજ બાજપાયીની લેટેસ્ટ ફિલ્મની. બેમાંથી શું જોવાય એ જાણો

એક ફિલ્મમાં સર્જનની સરસ ગુણવત્તા હોય પણ કથાનકની દ્રષ્ટિએ એ ખિન્ન કરે ત્યારે થાય, “કાશ, કથાના મામલે દમ હોત તો…” નેટફ્લિક્સની ફિલ્મ ‘મેરી’ની વાત કરીએ. ફિલ્મ ખ્રિસ્તી ધર્મના સ્થાપક જિસસનાં માતા મેરીના જીવનને સાકાર કરે છે. એની સ્ક્રિપ્ટમાં શૂટિંગ પહેલાં 74 વખત સુધારાવધારા થયે રાખ્યા હતા. છતાં, દિગ્દર્શક ડેનિયલ જે. કુરાસો અને લેખક ટિમોથી માઇકલ હેયસની ફિલ્મનું પરિણામ પોરસાવા જેવું નથી.

ઇઝરાયલના નગર નાઝારેથમાં વાર્તા એની આકાર લે છે, જે રાજા હેરોડ (એન્થની હોરપકિન્સ)ના સામ્રાજ્યનો હિસ્સો હતું. વિશાળ સ્થાપત્યોના નિર્માતા ઉપરાંત હેરોડ દમનકારી શાસક હતા. નાઝારેથમાં સંતાનવિહોણું યુગલ યોકિમ (ઓરી ફેફર) અને એન (હિલા વિડોર) રહે છે. ઈશ્વરના દૂત ગેબ્રિયલ (ડડલી ઓ’શૌઘ્નેસી) એમને જણાવે છે કે તેઓને દીકરી થશે, એ શરતે કે એમણે દીકરીને ઈશ્વરની સેવામાં સોંપવાની રહેશે. અને તેમને દીકરી જન્મે છે, મેરી (નોઆ કોહેન).

ફિલ્મની કથા મધર મેરીના જન્મથી જિસસના જન્મ સુધીની છે. એમાં વણાય છે મેરીનું પુરુષના સહવાસ વિનાનું માતૃત્વ, જોસેફ (ઇડો ટાકો) સાથેના દામ્પત્ય જીવન અને હેરોડના રંજાડની વાત. દ્રશ્યોના મામલે નયનરમ્ય ‘મેરી’ સાથે દર્શકોને જોડી રાખવાનું કામ બે પરિબળો કરે છે. એક તો મેરી તરીકે નોઆનો અભિનય. એ ઇઝરાયલી અભિનેત્રી છે. એની કારકિર્દીનો આ પહેલો મહત્ત્વપૂર્ણ રોલ છે. મેરીના પાત્ર માટે એનો દેખાવ બંધબેસતો છે. બીજું પરિબળ છે એન્થની હોપકિન્સની હાજરી. હેરોડ તરીકે જેટલી વખતે તેઓ પડદે આવે છે એટલી વખત, અન્યથા સાધારણ લાગતી ફિલ્મમાં જાન રેડાઈ જાય છે.

Continue reading
Share:
Reading time: 1 min
Page 4 of 6« First...«3456»

About Me

image Hello. I am Sanjay V. Shah. I live in Mumbai, India. I am a journalist and an author since 1995. I have been associated with leading Gujarati and English publications since the very beginning of my career. Here, I will share my articles with you on varied subjects. Read, enjoy, and do leave your feedback. Thanks!

Socialize with me

Popular Posts

નાથદ્વારા બદલાઈ રહ્યું છે

November 20, 2022

વેલકમ 2023 આ વર્ષે ઓટીટી પર શું જોશો?

January 6, 2023
વારાણસી ડાયરી – ભાગ 01

વારાણસી ડાયરી – ભાગ 01

November 3, 2022

Categories

  • Editor's choice
  • Entertainment
  • Lifestyle
  • Literature
  • Rankaar
  • Travel
  • Uncategorized

Search

Recent Posts

આમિરની વાત, બોલિવુડ પર ઘાત

આમિરની વાત, બોલિવુડ પર ઘાત

May 30, 2025
ઓટીટીનું સિનેમા ભક્ષણઃ ભૂલ ચૂક માફ હોં

ઓટીટીનું સિનેમા ભક્ષણઃ ભૂલ ચૂક માફ હોં

May 23, 2025
This error message is only visible to WordPress admins

Error: No feed found.

Please go to the Instagram Feed settings page to create a feed.

© 2022 copyright Sanjay V Shah // All rights reserved
Designed by Mangrol Multimedia Ltd.