Sanjay V Shah - Author, Journalist
  • Home
  • Articles
    • Rankaar
    • Entertainment
    • Travel
    • Literature
    • Other
  • About
  • Contact
  • Privacy Policy
  • Terms & Conditions
Home
Articles
    Rankaar
    Entertainment
    Travel
    Literature
    Other
About
Contact
Privacy Policy
Terms & Conditions
Sanjay V Shah - Author, Journalist
  • Home
  • Articles
    • Rankaar
    • Entertainment
    • Travel
    • Literature
    • Other
  • About
  • Contact
  • Privacy Policy
  • Terms & Conditions
Editor's choice, Entertainment

સરવૈયું 2025: ઓટીટીના ઉતાર-ચઢાવ

December 26, 2025 by egujarati No Comments
2025 ઓટીટી માટે અનેક સીમાચિહ્નોનું, પડકારોનું, નવીનતાનું, આકાર લેતી સ્પર્ધાનું… ઘટનાસભર વરસ રહ્યું. જોઈએ, 2026ના પટારામાંથી શું નીકળે છે. 

2025 પૂરું થવાને છે. આ વરસમાં ઓટીટી પર શું જોયું, શું ગમ્યું અને સરસ રહ્યું, શું નહીં ગમ્યું અને નબળું રહ્યું એની ચર્ચા તો બને જ છે. આ વરસની ઘટનાઓનું મુદ્દાસર વિહંગાવલોકન કરીએ.

  • આખી દુનિયામાં સૌથી ઝડપભેર વિકસતી ઓટીટી માર્કેટમાં એક આપણી ઇન્ડિયાની છે. કોવિડકાળમાં એણે રફ્તાર પકડી, પછી એક નાનકડા અરસા માટે મંદ પડી અને પછી એકધારી વિકાસપંથે છે.
  • હવે લગભગ 60 કરોડ લોકો ઓટીટીના થોડા કે ઝાઝા પ્રેમી થઈ ગયા છે. એમાંના પંદરેક કરોડ લોકો એક અથવા બીજા ઓટીટી પ્લેટફોર્મ માટે માસિક કે વાર્ષિક સબસ્ક્રિપ્શન ચૂકવે છે. કુલ સબસ્ક્રાઇબર્સમાંના 87% એટલે બાવન કરોડથી વધુ સબસ્ક્રાઇબર્સ ઓટીટી માણવા ટીવીનો ઉપયોગ પણ કરે છે. મતલબ કે ઓટીટી માત્ર મોબાઇલ પૂરતું સીમિત મનોરંજનનું માધ્યમ નથી.
  • આ વરસે લગભગ બધાં ઓટીટી પ્લેટફોર્મ્સે દર્શકોના માથે જાહેરાત મારવાની શરૂ કરી દીધી. એક નેટફ્લિક્સને બાદ કરતાં. એ પણ ત્યારે કે જ્યારે અગ્રણી ઓટીટી પ્લેટફોર્મ્સે ઓરિજિનલી જાહેરાત વિના મનોરંજન પૂરસવાનો વાયદો કર્યો હતો. હવે વાયદો ફેરવી તોળતાં આ પ્લેટફોર્મ્સે એવા પ્લાન બનાવ્યા જેમાં જાહેરાત વિના મોજ કરવાને એક્સ્ટ્રા રૂપિયા ચુકવવા પડે.
  • આ એક્સ્ટ્રા રૂપિયા અને જાહેરાતે ઓટીટીઝની આવકમાં વૃદ્ધિ કરાવી આપી છે. મારા-તમારા પૈસે અને સમયના ભોગે, નહીં તો શું. આંકડા કહે છે કે 2025માં ઓટીટી પ્લેટફોર્મ્સની સંયુક્ત આવક રૂ. 23,936 કરોડ રહી છે. 2024 કરતાં આ આંકડો સત્તરેક ટકા વધ્યો છે.
  • આ આવકના 58% પ્રાઇમ વિડિયો, નેટફ્લિક્સ અને યુટ્યુબ ઉસેડી ગયાં. બાકી રહ્યાં 42% ટકા એમાં બાકીનાં બદ્ધાંએ યથાશક્તિ રકમ ઘરભેગી કરી.
  • જોકે નવાઈની કે સ્વાભાવિક વાત એ કે ઓટીટીને માત્ર ઓટીટી તરીકે નહીં જોતાં, ઓનલાઇન માધ્યમ તરીકે જોઈને મૂલવીએ તો, આ વરસે પણ સૌથી વધુ જોવાતું પ્લેટફોર્મ યુટ્યુબ જ છે. ઇન્ટરનેટ કનેક્ટેડ 85% લોકો ક્યારેક તો યુટ્યુબ જુએ જ છે. એનું સબળ કારણ એ પણ ખરું જ કે યુટ્યુબ મફતમાં માણવું આસાન છે.
  • એ પછી? દેશમાં નંબર વન ઓટીટી પ્લેટફોર્મ કોણ? જિયો હોટસ્ટાર સ્તો. એનું કારણ એની પાસે સ્પોર્ટ્સ (ખાસ તો ક્રિકેટ)ના પ્રસારણના અધિકારો છે. ઓટીટીના 73% દર્શકો જિયો હોટસ્ટારનો ઉપયોગ કરે છે.
  • એ પછી પ્રાઇમ વિડિયો છે. એનો નવપરાશ કરનારા દર્શકોની માત્રા 63% છે. ત્રીજા સ્થાને નેટફ્લિક્સ છે. 61% ઓટીટી યુઝર્સ એને માણે છે.
  • એ પછી ઝીફાઇવ છે. એના પછી બાકીનાં બધાં, સોની લિવ સહિતનાં પ્લેટફોર્મ્સ.
  • આ વરસે અંગ્રેજી અને હિન્દી ઓટીટી પ્લેટફોર્મ્સ સાથે પ્રાદેશિક ઓટીટીની સ્પર્ધા વધુ સંગીન થઈ છે. વિશેષ તો દક્ષિણ ભારતીય દર્શકો એમની માતૃભાષામાં ઓટીટી માણવાના મામલે વધુ હોશીલા રહ્યા છે. એ સિવાય મરાઠી અને બંગાળી ભાષાઓમાં પણ કોન્ટેન્ટનો વ્યાપ વધ્યો છે.
  • પ્રાદેશિક ભાષાઓનો દબદબો એવો વધ્યો છે કે ઓટીટી પર હવે 48% મનોરંજન એક અથવા બીજી દેશી ભાષામાં માણવામાં આવી રહ્યું છે.
  • સૌથી વધુ જે પ્રકારના મનોરંજનની ડિમાન્ડ છે એ ડ્રામા, ક્રાઇમ થ્રિલર અને એક્શન છે. આ ત્રણ ભેળા મળીને ઓટીટી પર જોવાતી ચીજોના 61% ઉસેડી જાય છે. અ પછી આવે કોમેડી (14%) અને પછી ક્યાંક આવે રોમાન્સ (12%). ખરેખર, દુનિયામાં પ્રેમની વેલ્યુ ઓછી થઈ રહી છે, નહીં?
  • ગુજરાતીમાં સ્થિતિ બહુ પોરસાવા જેવી નથી. એક તો આપણી પાસે દમદાર ઓટીટી પ્લેટફોર્મ નથી. એક ઓહો ગુજરાતી આવ્યું અને ગયું. જોજો ગુજરાતી હજી પોતાનું સ્થાન બનાવી શક્યું નથી શેમારૂમી ચુનંદી ફિલ્મો અને નાટકો પૂરતું સીમિત રહ્યું છે. છોગામાં હવે સારી ગુજરાતી ફિલ્મોના ઓટીટી અધિકારો ખરીદવાને નેટફ્લિક્સ અને પ્રાઇમ વિડિયો પણ મેદાનમાં છે. છતાં, ગુજરાતી વેબ સિરીઝ સમ ખાવા પૂરતી બને છે, તો જોવાનો તો પ્રશ્ન જ ક્યાં ઊભો થાય? આપણે સૌ હિન્દીપ્રિય (કે હિન્દીઘેલા?) રહ્યા, માતૃભાષામાં ફિલ્મો, સિરીઝ જોવાનો આગ્રહ નહીં કરનારા રહ્યા, એનું આ પરિણામ, બીજું શું?
Continue reading
Share:
Reading time: 1 min
Editor's choice, Entertainment

રિયલ કાશ્મીર ફૂટબોલ ક્લબઃ મંદ અને મોળી

December 19, 2025 by egujarati No Comments
સ્પોર્ટ્સ ઇન-થિંગ છે. રિયલ લાઇફ ઘટનાઓ ઇન-થિંગ છે પણ, એમાં મોણ ના હોય તો શો ફાયદો? અને થોડોઘણો મોણ હોય એને મોળી રીતે પીરસવામાં તો બિલકુલ ફાયદો નથી. એ છે આ સિરીઝની વાસ્તવિકતા

વિકિપીડિયા પર રિયલ કાશ્મીર ફૂટબોલ ક્લબનું પાનું છે. આ નામની સોની લિવની સિરીઝનું નહીં, ખરેખરી ફૂટબોલ ક્લબનું. એ કહે છે કે કાશ્મીરમાં 2016માં આ ફૂટબોલ ક્લબની સ્થાપના થઈ. હુલામણું નામ શીની સેહ (એટલે બરફના ચિત્તા). આખા જમ્મુ-કાશ્મીરથી ઉભરેલી એ એકમાત્ર ફૂટબોલ ક્લબ છે જે દેશની ફૂટબોલ લીગમાં કાઠું કાઢી શકી છે. ક્લબ 2022માં ઇન્ડિયન ફૂટબોલ શિલ્ડ જીતી છે. સારી વાત કહેવાય. આ ક્લબની સ્થાપના કાશ્મીર મોનિટર નામના અખબારના તંત્રી શમીમ મેરાજ અને કાશ્મીરી બિઝનેસમેન સંદીપ ચટ્ટુને આભારી છે.

આવી ક્લબનું સર્જન, એનો સંઘર્ષ અને પછી, રાષ્ટ્રીય ફૂટબોલમાં પોતાનું સ્થાન બનાવવાની સિદ્ધિ, ત્રણેય વાતો પહેલી નજરે રોચક છે. એના પરથી વેબ સિરીઝ બનાવવાનો વિચાર રોમાંચક છે. તો પછી જે સિરીઝ બની એ રોચક, રોમાંચક કે જકડી રાખનારી કેમ નથી? મનોરંજનના મેદાનમાં જીતનો ગોલ એ કેમ નથી મારી શકી? છણાવટ કરીએ.

સિરીઝમાં ‘કિક-ઓફ્ફ’થી ‘ગોલ’ સુધીના આઠ એપિસોડ્સ છે. કારકિર્દીથી કંટાળેલો પત્રકાર સોહેલ મીર (મોહમ્મદ ઝિશાન અયુબ) જીવનમાં ચેન્જ શોધી રહ્યો છે. માત્ર પોતાના નહીં, કાશ્મીરી યુવાનોના જીવનમાં પણ. એ માટે એના મનમાં ફિટ થાય છે આઇડિયાઃ એવી ફૂટબોલ ક્લબ શરૂ થાય જે દેશભરમાં નામ કમાય. ક્લબ શરૂ કરવા જોઈએ નાણાં. એ માટે એને મળે છે વેપારી શિરીષ કેમુ (માનવ કૌલ). વિસ્થાપિત કાશ્મીરી પંડિત શિરીષ અરસા પછી માદરેવતન આવીને શરાબની દુકાન ખોલીને થાળે પડી રહ્યો છે. એના હૈયે કાશ્મીર અને કાશ્મીરીઓનું હિત છે. પણ કાશ્મીર કાશ્મીર છે. એનું અહિત ઇચ્છનારા ઘણા છે. સ્થાનિક નેતા નઝીર દર (અધીર ભટ) એમાંનો એક છે. એ કાશ્મીર યુથ ગ્રુપ સંસ્થાના ઓઠાતળે યુવાનોને ગેરમાર્ગે દોરી રહ્યો છે. શરાબનો વેપાર એની નજરે હરામ છે. શિરીષ એની આંખમાં કણાની જેમ ખૂંચે છે. એ નઝીર શિરીષના વેપારને પછાડવા મથી રહ્યો છે.

Continue reading
Share:
Reading time: 1 min
Editor's choice, Entertainment

કૌન બનેગા ઓટીટીપતિ?

December 12, 2025 by egujarati No Comments
વોર્નર બ્રધર્સ હસ્તગત કરવું એ મનોરંજન ઉદ્યોગની એક સૌથી મોટી ઘટના છે. આપણે ત્યાં પણ એના પ્રત્યાઘાત પડવાના છે. દેશમાં આવનારાં વરસોમાં ઓટીટી પર ત્રણ બ્રાન્ડ્સ સૌથી મોટી રહેવાની છે

નેટફ્લિક્સ અને વોર્નર બ્રધર્સ બેઉ મનોરંજન ઉદ્યોગમાં તોસ્તાન બ્રાન્ડ્સ. હાલમાં સમાચાર આવ્યા કે નેટફ્લિક્સે વોર્નર બ્રધર્સ હસ્તગત કરવાની દિશામાં પગલાં ઉઠાવ્યાં છે. સોદો નક્કી થઈ ગયો છે. આ સંયુક્તીકરણથી મનોરંજનના વિશ્વમાં સાવ નવાં અને કમાલનાં સમીકરણો સર્જાવાનાં છે. જોકે આ પહેલાં પણ આવા ઘણા સોદાઓ આ ક્ષેત્રમાં થયા છે. દરેક સોદા વખતે દર્શકો પર પ્રભાવ પડ્યો છે.

સૌથી પહેલાં એ જાણીએ કે આની પહેલાં આવા કયા સોદાઓ થયા હતા.

2017માં જઈએ. એ સમયે વોલ્ટ ડિઝની કંપનીએ એ સમયે અત્યંત ખર્ચાળ અને મહત્ત્વના ગણાતા સોદામાં ટ્વેન્ટીફર્સ્ટ સેન્ચુરી ફોક્સ કંપની હસ્તગત કરી હતી. એ માટે ડિઝનીએ 71 અબજ ડોલરથી વધુ રકમ આપી હતી. સોદો 2019માં પૂર્ણ થયો હતો.

2018માં એટીએન્ડટી નામની અમેરિકન કંપનીએ ટાઇમ વોર્નર કંપની હસ્તગત કરી હતી. એ સોદો 85 અબજ અમેરિકન ડોલરથી વધુનો હતો. ત્યાર સુધી ટેલિકોમ ક્ષેત્રે મોટા ગજાની કંપની ગણાતી એટીએન્ડટી એકાએક મનોરંજન ઉદ્યોગમાં પણ મોટું માથું બની ગઈ હતી. એ સોદા વખતે વોર્નર મીડિયાનો એક ભાગ એટીએન્ડટીનો હિસ્સો નહીં બનતાં અલાયદું સાહસ રહ્યો હતો.

2022માં વોર્નર બ્રધર્સ અને ડિસ્કવરીએ એકમેક સાથે હાથ મિલાવ્યા હતા. ઉપર જણાવેલા વોર્નર મીડિયાને આ મર્જરમાં ડિસ્કવરીમાં ભેળવી દેવામાં આવ્યું હતું.

Continue reading
Share:
Reading time: 1 min
Editor's choice, Entertainment

આઈએફએફઆઈઃ એવો ફિલ્મ ફેસ્ટિવલ જ્યાં…

December 5, 2025 by egujarati No Comments
1952થી ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયાનું લગાતાર આયોજન થાય છે. 2004થી એનું વેન્યુ ગોવા છે. 2022થી એની સાથે એનએફડીસી પણ સંકળાયું છે. સેંકડો ફિલ્મો અને વિશ્વભરની ફિલ્મ પ્રતિભાઓનો સંગમ કરાવતી આ ઇવેન્ટ હાલમાં જ સંપન્ન થઈ. એના વિશ્વમાં એક લટાર મારીએ

આપણી આસપાસ ફિલ્મો જ ફિલ્મો હોય. એક કરતાં વધારે સ્ક્રીન્સ પર એમનું સ્ક્રીનિંગ સતત થતું હોય. ફિલ્મો માણવા દેશ-દેશાવરથી મહેરામણ ઉમટ્યો હોય. માહોલને ભપકાદાર બનાવવા અનેક પ્રયોજનો થયાં હોય. એવું હોય ત્યારે, ફિલ્મ કે સિનેમા, માત્ર મનોરંજનનું માધ્યમ નહીં રહેતા, અનુભવની અવિસ્મરણીય ગઠરિયા બની જતી હોય છે. 1952થી યોજાતો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા કે આઈએફએફઆઈ એટલે આ સંમોહક કલ્પનાને વાસ્તવિકતા બનાવતી ઇવેન્ટ.

આખા એશિયાની એ એકમાત્ર ઇવેન્ટ છે જેને ફિલ્મ નિર્માતાઓના આંતરાષ્ટ્રીય સંગઠન નામે એફઆઈએપીએફની માન્યતા પ્રાપ્ત છે. નેશનલ ફિલ્મ ડેવલપમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા કે એનએફડીસીના નેજા હેઠળ એનું આયોજન થાય છે. 1952થી એ નિરંતર યોજાય છે. ઇવેન્ટ 2004થી લગાતાર ગોવામાં યોજાય છે. આ વરસે ઇવેન્ટના છેલ્લા દિવસે રજનીકાંતને લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. એ ઇવેન્ટમાં રણવીર સિંઘ સહિત અન્ય સેલિબ્રિટીઝની હાજરી પણ રહી હતી. ગોવાના પાટનગર પણજીમાં આયોજિત આ ઇવેન્ટમાં આ વરસે 81 દેશોની 240 ફિલ્મો પ્રદર્શિત કરવામાં આવી હતી. આ ઇવેન્ટ સાથે, પાંચેક દિવસ માટે સમાંતર ધોરણે એક બીજી ઇવેન્ટ પણ યોજાય છે. એ છે ફિલ્મ બાઝાર. એની શરૂઆત 2007માં થઈ. આ વરસથી નામકરણ થયું વેવ્ઝ ફિલ્મ બાઝાર. એ હોય છે ફિલ્મ ઉદ્યોગ સાથે સંકળાયેલા સભ્યો અથવા એમાં પ્રવેશવા થનગનતા નવોદિતો માટે નેટવર્કિંગની ઇવેન્ટ. એમાં જોડાવા માટે ફી ભરવાની રહે છે. જેઓ ફિલ્મજગતમાં છે અથવા પોતાનું સ્થાન બનાવવા ઝંખે છે એમના માટે વેવ્ઝ ફિલ્મ બાઝાર કામની ઇવેન્ટ છે.

Continue reading
Share:
Reading time: 1 min
Editor's choice, Entertainment

તમને બહુ મિસ કરીશું, ધરમ પાજી

November 28, 2025 by egujarati No Comments
નવમા ધોરણમાં ભણતા અભિનેતા બનવાની જે મહત્વાકાંક્ષા કરી એને ધરમ પાજીએ અક્ષરશઃ સાકાર કરી. એવી મસ્ત કે બોલિવુડમાં એમનું નામ પૂરી તાકાત સાથે અને શાશ્વત ધોરણે અંકિત થઈ ગયું

“મા, હું હીરો બનીશ. મુંબઈ જઈશ.”

“ઘેલો થયો છે? તું ઘરનો સૌથી મોટો દીકરો છે. તારા માથે જવાબદારી છે.”

પંજાબના લુધિયાણા જિલ્લામાં, નકશે માંડ મળે એવું નાનકડું ગામ ડાંગોં. એમાં દેઓલ પરિવાર વસે. મોભી કેવલ ક્રિશન શિક્ષક અને પત્ની સતવંત ગૃહિણી. એમને સાત સંતાન. સૌથી મોટો ધરમ. કિશોરાવસ્થાથી ધરમ દિલીપ કુમારનો અને સુરૈયાનો દીવાનો. અરીસા સામે ઊભા રહીને અભિનય કરવાની એને ટેવ. નવમા ધોરણમાં ભણતાં ધરમે પહેલીવાર ફિલ્મ જોઈ. એને થયું, “આ સ્વર્ગ ક્યાં છે જ્યાં આવા સુંદર લોકો રહે છે?” એણે ઠરાવી લીધું કે મારે આ સ્વર્ગ આંબવું છે, હું એ સ્વર્ગનો સભ્ય છું. પણ માને વાત કરી તો એમણે દીકરાના પગ ધરતી પર લાવી દીધા.

સમય વહેતો ચાલ્યો. ધરમ 19નો થયો. 1954માં માબાપે એને પ્રકાશ કૌર સાથે પરણાવ્યો. 1957માં એમને ઘેર દીકરો સની જન્મ્યો. સૌને એમ કે ધરમ ઠરીઠામ થઈ ગયો. 1958માં ફિલ્મફેરે અભિનયની નવી પ્રતિભાઓ શોધવા રાષ્ટ્રીય સ્પર્ધા યોજી. વિજેતાને ઇનામરૂપે મળવાની હતી ફિલ્મમાં લીડ તરીકે ચમકવાની તક. ધરમે ફરી માને વાત કરી. માએ રમૂજમાં કહ્યું, “ભલે, અરજી કર.” માને એમ કે બહુ બહુ તો શું થશે? દીકરો નહીં જીતે અને અભરખા ઓસરી જશે.

એ સ્પર્ધા માટે ધરમ ફ્રન્ટિયર મેલમાં મુંબઈ આવ્યો અને જીતી ગયો. સ્પર્ધામાં આશા પારેખ અને સાધના પણ વિજેતા હતી. સ્પર્ધાને લીધે બિમલ રોય અને ગુરુદત્ત જેવા વિખ્યાત સર્જકોનું ધર્મેન્દ્ર પર ધ્યાન પડ્યું. સુપરસ્ટાર દેવ આનંદે ધર્મેન્દ્રને પોતાના મેકએપ રૂમમાં બોલાવીને એની સાથે ભોજન કર્યું હતું.

વિજેતા થઈને ધર્મેન્દ્ર એવી આશાએ ગામ પાછો ગયો. એને એમ કે ગમે ત્યારે શૂટિંગ માટે બોલાવશે. પણ એવું કશું થયું નહીં. ફિલ્મફેરે ધર્મેન્દ્રને લઈને ફિલ્મ બનાવી જ નહીં. એવામાં એકવાર નિર્માતા શશધર મુખર્જીનું કહેણ આવ્યું. ‘લવ ઇન શિમલા’ ફિલ્મના સ્ક્રીન ટેસ્ટ માટે ધરમ મુંબઈ આવ્યો પણ રિજેક્ટ થયો. મુખર્જીએ ધર્મેન્દ્રને કહ્યું, “અમને હીરો જોઈએ છે, હોકી પ્લેયર નહીં.” એ ફિલ્મથી મુખર્જીએ છેવટે પોતાના દીકરા જોય મુખર્જીને લોન્ચ કર્યો. સ્પર્ધા જીતનારી સાધનાને મળી ફિમેલ લીડ.

Continue reading
Share:
Reading time: 1 min
Page 2 of 40«1234»102030...Last »

About Me

image Hello. I am Sanjay V. Shah. I live in Mumbai, India. I am a journalist and an author since 1995. I have been associated with leading Gujarati and English publications since the very beginning of my career. Here, I will share my articles with you on varied subjects. Read, enjoy, and do leave your feedback. Thanks!

Socialize with me

Popular Posts

નાથદ્વારા બદલાઈ રહ્યું છે

November 20, 2022

વેલકમ 2023 આ વર્ષે ઓટીટી પર શું જોશો?

January 6, 2023
વારાણસી ડાયરી – ભાગ 01

વારાણસી ડાયરી – ભાગ 01

November 3, 2022

Categories

  • Editor's choice
  • Entertainment
  • Lifestyle
  • Literature
  • Rankaar
  • Travel
  • Uncategorized

Search

Recent Posts

તસ્કરીઃ લખાણે તાકાત કરતાં ઓછી કરી

તસ્કરીઃ લખાણે તાકાત કરતાં ઓછી કરી

January 30, 2026
સિતારા ઘરઘરના

સિતારા ઘરઘરના

January 24, 2026
This error message is only visible to WordPress admins

Error: No feed found.

Please go to the Instagram Feed settings page to create a feed.

© 2022 copyright Sanjay V Shah // All rights reserved
Designed by Mangrol Multimedia Ltd.