Sanjay V Shah સંજય વિ. શાહ - Senior Journalist • Gujarati Language Expert • Editor-in-Chief, Deshwale
  • Home
  • Articles
    • Rankaar
    • Entertainment
    • Travel
    • Literature
    • Other
  • About
  • Contact
  • Privacy Policy
  • Terms & Conditions
Home
Articles
    Rankaar
    Entertainment
    Travel
    Literature
    Other
About
Contact
Privacy Policy
Terms & Conditions
Sanjay V Shah સંજય વિ. શાહ - Senior Journalist • Gujarati Language Expert • Editor-in-Chief, Deshwale
  • Home
  • Articles
    • Rankaar
    • Entertainment
    • Travel
    • Literature
    • Other
  • About
  • Contact
  • Privacy Policy
  • Terms & Conditions
Editor's choice, Entertainment

ગુજરાતીઓનું બટનમય વિશ્વ

October 25, 2024 by egujarati No Comments

[su_pullquote]ઓનલાઇન જઈને મનોરંજન ઉપરાંત માહિતીના મહાસાગરમાં પણ ડૂબકી લગાવી શકાય છે. એવી એક ડૂબકી આજે ગુજરાતી ભાષા અને પ્રજા વિશેની જાણકારીના મહાસાગરમાં લગાવીએ[/su_pullquote]

ઇન્ટરનેટ પર એક અંગ્રેજી શબ્દપ્રયોગ કે ટર્મ છેઃ ઇગોસર્ફ. ઓક્સફર્ડ ડિક્શનરી પ્રમાણે આ અનઔપચારિક ક્રિયાપદનો અર્થ પોતાના વિશે ઇન્ટરનેટ પર શોધખોળ કરવી એવો થાય છે. સરળ શબ્દોમાં કહીએ તો વ્યક્તિ પોતે કેટલી પ્રસિદ્ધ છે, કેટલા લોકો એના વિશે જાણવાની ઉત્કંઠા ધરાવે છે, કેટલા એને ચાહે-વખોડે છે, એવા ઇન્ટરનેટિયાં ખાંખાંખોળા કરે એ ઇગોસર્ફ છે કે ઇગોસર્ફિંગ કરવું છે. આજે આપણી વ્યક્તિ નહીં, ગુજરાતી ભાષા-પ્રજા માટે ઓનલાઇન ઇગો સર્ફિંગ કરીએ.  ઇન્ટરનટનું ‘સમુદ્રમંથન’ કરતાં એ રત્નો શોધવાનો પ્રયત્ન કરીએ જેને જાણીને પોરસ ચડે.

ગરવી ભાષાની ગમતીલી વાતઃ ગુજરાતી પહેલાં આપણે એક પૂર્વી ઇરાની ભાષા બોલતા હતા. બ્રિટાનિકા અનુસાર ઇન્ડો-યુરોપિયન ભાષાઓમાં એક જૂથ ઇન્ડો-ઇરાનિયન ભાષાનું અને એ જૂથની સભ્ય છે આપણી ઇન્ડો-આર્યન ભાષા, ગુજરાતી. એનો વિકાસ બારમી સદીમાં શરૂ થયો હશે. આપણી ભાષા વિશે એ કહે છે કે એ મુખ્યત્વે બે રીતે બોલાય છે. એક છે ચુસ્તતાભરી તો બીજી છે તૂટકતૂટક બોલાતી ગુજરાતી. આ બેનો ફરક સમજવા સામાન્ય ગુજરાતીની અને પારસી ગુજરાતીના ઉચ્ચારણોનો ફરક મનમાં વિચારો, બસ, એમાં બધું આવી ગયું.

ક્યાંથી ક્યાં વસ્યા ગુજરાતીઃ એનસાયક્લોપીડિયાની નોંધ છે કે શ્વેત હુણ પરથી ઊતરી આવેલી પ્રજાને ગુજરાતી સંબોધન ગુજર (આ ગુજર એટલે શ્વેત હુણની એક શાખા) પરથી આવ્યું. ગુજરો આઠમી-નવમી સદીમાં જે ભૂમિ પર સર્વોપરી હતા એનો એક ભાગ આજે ગુજરાત છે. એનસાયક્લોપીડિયામાં એવી પણ નોંધ છે કે ગુજરના કંઈક પહેલાંથી ગુજરાતીનો ઇતિહાસ શરૂ થઈ ગયો હતો. પ્રાગઐતિહાસિક કાળમાં (ઇસવી સન પૂર્વે 2000માં) એનો પ્રારંભ થયો હતો. ગુજરાતીઓ એમની સંસ્કૃતિ હડપ્પન સંસ્કૃતિ સાથે વહેંચે છે. રહી વાત હાલના ગુજરાતની તો એની તવારીખ શરૂ થઈ ઇસવી સન 250 આસપાસ.

Continue reading
Share:
Reading time: 1 min
Editor's choice, Entertainment

ઓનલાઇન કોન્ટેન્ટના કાયદા

October 18, 2024 by egujarati No Comments

[su_pullquote]માત્ર ભારતમાં ઓનલાઇન કોન્ટેન્ટને છાકટા થવાની છૂટ હોવા વિશે હોબાળા થતા નથી. ઇન્ટરનેટને કારણે કરવા મળતી મનમાની સામે ઘણા દેશ પરેશાન છે. સૌ પોતાની રીતે નિયમનો લાગુ કરે છે[/su_pullquote]

ફરી એકવાર સમાચાર છે કે કેન્દ્ર સરકાર ઓટીટી પર આવતા કોન્ટેન્ટ પર નિયમન લાદવા વિચારી રહી છે. કેન્દ્રીય પ્રધાન પ્રહ્લાદ જોશીએ આ વિશેની ટિપ્પણી કર્ણાટકના હુબલીમાં કરી છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે પણ ઓટીટી પર પીરસાતી ચીજોને હલકી લેખાવીને એના પર નિયંત્રણો લદાવાં જોઈએ એવી વાત કરી છે. નાગપુરમાં આરએસએસના નવ્વાણુમા સ્થાપના દિવસ નિમિત્તે તેઓએ આ વાત કરી હતી. આરએરસએસના એક ટ્વીટમાં કહેવાયું છે, “ઓટીટી પર શું દેખાડવું એના પર નહીંવત્ અથવા બિલકુલ નિયંત્રણ નથી. ઘણું બધું એવું દર્શાવાઈ રહ્યું છે જે એટલું ખરાબ છે કે એમનો ઉલ્લેખ કરવો પણ ઔચિત્યભંગ ગણાશે. આપણા ઘર સુધી પહોંચતા આવા કોન્ટેન્ટ પર કાબૂ મેળવવા માટે કાયદાની તાતી જરૂર છે.”

તો, જોઈએ કે દુનિયાના અમુક દેશોમાં ઓટીટી કોન્ટેન્ટને કેવીક આઝાદી છે અને એનાં પર કેવાંક નિયંત્રણો છે.

ઇંગ્લેન્ડઃ 2018માં બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન (ઇંગ્લેન્ડની સત્તાવાર પ્રસારણસેવા જેની સ્થાપના દેશની સરકારે કરી હતી) એટલે બીબીસીના ડિરેક્ટર જનરલે, વિડિયો સ્ટ્રીમિંગ કંપનીઓ, નેટફ્લિક્સ અને એમેઝોનના નિયમનની ભલામણ કરી હતી. એવા મંતવ્ય સાથે કે આ કંપનીઓના કોન્ટેન્ટની બિલકુલ એમ તપાસ થવી જોઈએ જેમ અન્ય જાહેર પ્રસારણ સેવાઓની થાય છે. પછી ઘણાં પગલાં લેવાયાં. એમાં એક હતું શ્વેતપત્ર જાહેર કરવાનું પગલું. ઉદ્દેશ હતો આવા (નેટફ્લિક્સ અને એમેઝોન ટાઇપ્સ) કોન્ટેન્ટ સાથે કેમ પનારો પાડવો. છતાં, શ્વેતપત્રની વાતો સીમિત રહી યુઝર-જનરેટેડ (એટલે મારા-તમારા જેવા લોકોના) કોન્ટેન્ટ સુધી. એ સિવાયનું બધું હજી પ્રસ્તાવિત છે. ઓટીટી કોન્ટેન્ટનું શું કરવું એ વિશે લોકો પાસેથી વિચારો પણ મગાવાયા પણ, નક્કર નિર્ણય લેવાયો નથી.

સાઉદી અરેબિયાઃ ઇન્ટરનેટ પર કાંઈ પણ આવે, આ દેશમાં બધી ચીજ પર નિયંત્રણ છે. એન્ટી સાયબર ક્રાઇમ લૉ પ્રવર્તમાન છે. ત્યાં નેટફ્લિક્સને ‘પેટ્રિઓટ એક્ટ’ નામની સિરીઝના એક એપિસોડને રોકવાનો આદેશ એટલે અપાયો હતો કે એમાં સરકાર વિરુદ્ધ ટિપ્પણીઓ હતી. સાઉદી એકદમ મુક્ત દેશ નથી. સહજ છે ત્યાં વેપાર કરવા ભલભલી ગંજાવર કંપનીઓએ પણ નાકલીટી તાણીને, મર્યાદામાં રહીને કામ કરવું પડે. ભલે ઓટીટી માટે ચોક્કસ કાયદો નથી બનાવાયો, તો શું થયું?

ઓસ્ટ્રેલિયાઃ ત્યાં જાહેર પ્રસારણના નિયમનનું કામ ધ બ્રોડકાસ્ટિંગ સર્વિસીઝ એક્ટ (બીસીએ)  હેઠળ થાય છે. એમાં 2000ની સાલની શરૂઆતમાં ઓટીટી સંબંધિત સુધારા થયા હતા. આપણા સેન્સર બોર્ડની જેમ ત્યાં પણ દરેક કોન્ટેન્ટ માટે સર્ટિફિકેશન (એમના કેસમાં રેટિંગ)ની સિસ્ટમ છે. જોકે નેટફ્લિક્સ જેવી કંપનીને ત્યાં પોતાના કોન્ટેન્ટને પોતાની રીતે રેટિંગ આપવાની પણ છૂટ છે. અર્થાત્ એને બીસીએના રેટિંગની ચિંતા કરવાની રહેતી નથી.

સિંગાપોરઃ ત્યાં મીડિયાનું નિયમન ઇન્ફોકોમ મીડિયા ડેવલપમેન્ટ ઓથોરિટી (આઈએમડીએ)થી થાય છે. 2018માં એને માર્ગદર્શિકા પ્રસિદ્ધ કરી હતી. ત્યાં પણ રેટિંગ સિસ્ટમ છે. વધુમાં, કોઈ પણ પ્લેટફોર્મ પર 16 વરસથી નીચેની ઉમંરનાં બાળકો કે કિશોરો માટે મુકાતા કોન્ટેન્ટ માટે પેરેન્ટલ લૉક અનિવાર્ય છે. 21 વરસથી ઉપરના દર્શકો માટેનું કોન્ટેન્ટ બાય ડિફોલ્ટ લૉક હોય તો રિલીઝ કરી શકાય છે. આ કોન્ટેન્ટ ઉંમરનો પુરાવો આપીને જોઈ શકાય છે. દેશ કે પ્રજાના અહિતવાળું કોન્ટેન્ટ ત્યાં મૂકવું અઘરું છે. ન્યુઝ, કરન્ટ અફેર્સ વગેરેમાં સંતુલન જાળવવું અનિવાર્ય છે. ખોટી માહિતીનો પ્રસાર ખાળવાનો રહે છે. કદાચ આટલી વિચારશીલ અને વિસ્તૃત માર્ગદર્શિકા અન્ય કોઈ દેશમાં નહીં હોય.

ટર્કીઃ ધ રેડિયો એન્ડ ટેલિવિઝન સુપ્રીમ કાઉન્સિલ (આરટીયુકે) સંસ્થા ત્યાં કોન્ટેન્ટનું નિયમન કરે છે. વિદેશી કંપનીએ ત્યાં કામકાજ કરવા સ્થાનિક કંપની કરવી અનિવાર્ય છે. જે પણ ઓનલાઇન દર્શાવવામાં આવે એ કોન્ટેન્ટ સત્તાવાર સંસ્થાને મોનિટરિંગ માટે ઉપલબ્ધ કરાવવાનું રહે છે. ત્યાં ઇન્સ્ટાગ્રામ, ડિસ્કોર્ડ, ટ્વિટર, યુટ્યુબ, વિકિપીડિયા સહિત રોબલોક્સ જેવી ગેમ પર પ્રતિબંધ મુકાયાના દાખલા છે. વર્તમાન, સુધારિત કાયદામાં અવળચંડાઈ કરતી ઓનલાઇન કંપનીઓને કારાવાસને બદલે સખત આર્થિક દંડ કરવાની જોગવાઈ છે. અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય પર ટર્કીમાં ખૂબ નિયંત્રણ હોવાની વૈશ્વિક બૂમાબૂમ છે. છતાં, આ દેશ એ કરી રહ્યું છે જે એને યોગ્ય લાગે છે.

ઇન્ડોનેશિયાઃ 2016માં આ દેશમાં નેટફ્લિક્સ પર તવાઈ લગાડી દેવામાં આવી હતી. પછી, સરકારી આદેશ અનુસાર નેટફ્લિક્સે નાકલીટી તાણી અને પ્રતિબંધ દૂર કરાયો હતો. ઇન્ડોનેશિયન બ્રોડકાસ્ટિંગ કમિશન (કેપીઆઈ) ત્યાં કોન્ટેન્ટનું નિયમન કરે છે.

કેન્યાઃ ધ કેન્યા ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન્સ એક્ટ ત્યાંનો એક કાયદો છે. સાથે છે ડેટા પ્રોટેક્શન એક્ટ. એ સિવાયના પણ કાયદા છે જેના થકી આ દેશ ઓનલાઇન કોન્ટેન્ટનું નિયમન કરે છે. સરકાર વિરુદ્ધની બકબક કરનારા ઘણાએ ત્યાં કાયદાનો પરચો જોયો છે અને તેઓ જેલભેગા પણ થયા છે.

અમેરિકાઃ આ દેશમાં ઇન્ટરનેટ પર નિયમન માટે એક કરતાં વધારે કાયદા છે. એમાં સામેલ છે ફેડરલ ટ્રેડ કમિશન એક્ટ, ઇલેક્ટ્રોનિક કમ્યુનિકેશન્સ પ્રાઇવસી એક્ટ વગેરે. વ્યક્તિગત સ્વાતંત્ર્યના મામલે અમેરિકા ખાસ્સું આગળ અને અલગ છે. ત્યાં નિમયનો ઓછાં છે છતાં, આડા ફાટનારને મુશ્કેરાટ બાંધવા માટે જોગવાઈઓ પણ છે. ચાઇલ્ડ પોર્નોગ્રાફી સામે ત્યાં ઘણીવાર હોબાળો મચે છે. એના માટે નિયમનો છતાં કંપનીઓ પોતાની બદદાનતને યેનકેન પાર પાડતી રહે છે. ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સનો ઉલ્લંઘન કરવા બદલ ત્યાં નેપસ્ટર, વિકિલીક્સ, ધ પાઇરેટ બે, મેગાઅપલોડ જેવી વેબસાઇટ્સ પર પ્રતિબંધ ઠોકાયા છે. જોકે દુનિયાને ઉત્તમ કાયદા સાથે દમદાર છટકબારીની તાલીમ આપવામાં અમેરિકા દાદો છે. ત્યાં સરકાર જેટલી જ શક્તિશાળી ખાનગી કંપનીઓ છે. બેઉ વચ્ચે ગ્રજગ્રાહ ચાલતો રહે છે. મોટાભાગે કંપનીઓ પોતાનું ધાર્યું કરીને રહે છે.

ચીનઃ માહિતી પ્રસારણનું કામ આ દેશમાં સરકારની મુનસફી પ્રમાણે જ થઈ શકે છે. ઇન્ટરનેટની ક્યાં વાત કરીએ, છાપાં, સામયિક બધાંએ કાયદાની મર્યાદામાં રહેવું પડે છે. પરિણામે, દેશની ઘણી સાચી માહિતી પણ વિશ્વને છોડો, એ દેશના નાગરિકોને પણ મળતી નથી. દુનિયામાં ઇન્ટરનેટ, પત્રકારત્વ જેવી બાબતોમાં સરકાર સામે થવા બદલ મહત્તમ લોકો પર કાયદેસર કામ આ દેશમાં થયું છે. સ્થિતિ એવી છે કે ગમે તેટલા ધમપછાડા પછી પણ ગૂગલ, ફેસબુક, યુટ્યુબ, યાહૂ, ઇન્સ્ટાગ્રામ, સ્પોટીફાઈ, વિકિપીડિયા, વ્હોટ્સએપ, સ્નેપચેટ, ક્વૉરા વગેરે કંપનીઓ ચીનમાં કામ કરી શકતી નથી. વિદેશીઓએ ત્યાં આ સેવાઓ વાપરવા વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક કે વીપીએનનો આશરો લેવો પડે છે. એ પછી પણ જો ચીન વિરુદ્ધનું ઇન્ટરનેટ પર કશું કર્યું તો કામથી જવાની પૂરી શક્યતા રહે છે.

નવું શું છે?

  • અનંત અંબાણી અને રાધિકા અંબાણીના લગ્ન પૂર્વેનો જલસો જામનગરમાં યોજાયો હતો. એની ઝલક માણવી હોય તો જિયો સિનેમા પર પહોંચી જાવ. ડોક્યુમેન્ટરીનું નામ છે ‘વૅલી ઓફ ગોડ્સ.’
  • ‘જોકર ટુ’ ક્યારે આવી અને ક્યારે ગઈ એની ઘણાને ખબર પણ નહીં પડવાની. આ મહિનાની શરૂઆતમાં આવેલી આ ફિલ્મ સરિયામ નિષ્ફળ રહી છે. એટલે જ, ઓટીટી પર એ વહેલાસર આવે એવી અટકળો શરૂ થઈ છે. બની શકે કે દિવાળીમાં એ ઘેરબેઠા જોઈ શકાય.
  • અદા શર્માને લીડમાં ચમકાવતી ક્રાઇમ થ્રિલર વેબ સિરીઝ ‘રીટા સન્યાલ’ ડિઝની પ્લસ હોટસ્ટાર પર આવી છે. એમાં રાહુલ દેવ પણ અગત્યની ભૂમિકામાં છે.
  • અક્ષય કુમારની ‘ખેલ ખેલ મેં’ અને ‘સરફિરા’ પણ ઓટીટી પર આવી ચૂકી છે. બેઉ ફિલ્મોએ બોક્સ ઓફિસ પર કંગાળ પ્રદર્શન કર્યું હતું.

(ગુજરાત સમાચારની સંજયની કૉલમ ઑનલાઇન ઝિંદાબાદમાં શુક્રવાર તા. 18 ઓકટોબર 2024 પ્રસિદ્ધ થયેલો લેખ)

આ લેખ ગુજરાત સમાચારમાં વાંચવા અહીં ક્લિક કરોઃ

https://epaper.gujaratsamachar.com/chitralok/18-10-2024/6

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Share:
Reading time: 1 min
Editor's choice, Entertainment

ખર્ચાળ પણ કંગાળઃ કૉલ મી બે

October 11, 2024 by egujarati No Comments

[su_pullquote]અનન્યા પાંડે ભલે કોઈ મોટી સફળ ફિલ્મ કે સિરીઝ આપે કે ના આપે, એના ચાહકો મોટી સંખ્યામાં છે. એની લોકપ્રિયતાને કેન્દ્રમાં રાખીને આ સિરીઝ બની હોય એમ લાગે છે.  જોકે એમાં માણવા કે વખણવા જેવું ભાગ્યે જ કશું છે[/su_pullquote]

અનન્યા પાંડેને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પાંચ વર્ષ થયાં. ‘સ્ટુડન્ટ ઓફ ધ યર ટુ’ સાથે એણે બોલિવૂડમાં પદાર્પણ કર્યું હતું. ફિલ્મ હતી ધર્મા પ્રોડક્શન્સની. આ પાંચ વર્ષમાં અનન્યાને એના રૂપ અને પારિવારિક બેગ્રાઉન્ડને કારણે અનેક તક મળી છે. તેમાં ‘પતિ પત્ની ઔર વો’, ‘ગહેરાઇયાં’, ‘લાઇગર’ ‘ડ્રીમગર્લ ટુ’ વગેરે મુખ્ય કહી શકાય. બદનસીબે, એ પછી પણ હજી સુધી અન્યયા કશું સિદ્ધ કરી શકી નથી. ‘ડ્રીમગર્લ ટુ’માં પ્રમાણમાં એ સારો દેખાવ કરી શકી હતી. અન્યથા એની ગાડી હજી પહેલા ગિયરમાં જ દોડી રહી છે એમ કહીએ તો ચાલે.

હમણાં ઓટીટી પ્લેટફોર્મ્સ પર અનન્યા બે બાબત માટે લાઇમલાઇટમાં છે. એક તો એની સિરીઝ ‘કૉલ મી બે’ માટે અને બીજી, હાલમાં રિલીઝ થયેલી એની ફિલ્મ કંટ્રોલ કે કહો ‘સીટીઆરએલ’  માટે.

સદ્‍નસીબી અને બદનસીબી બન્નેનું કોમ્બિનેશન અનન્યા પાંડે છે. સદ્‍નસીબી એટલે કે બોલિવુડમાં આવવાથી લઈને આજ સુધી એને અનેક તક મળી છે. ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશ કરવાના વરસે એને એ વરસની શ્રેષ્ઠ નવોદિતનો ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો હતો. અનન્યા ખૂબસૂરત છે. એનામાં પ્રતિભા નહીં હોય એવું નથી લાગી રહ્યું કારણ એ સરેરાશ કરતાં તો બહેતર લાગે જ છે. છતાં, અનન્યા એની સમકાલીન અભિનેત્રીઓની તુલનામાં હજી સુધી કોઈ જબરદસ્ત પ્રદર્શન કરી શકી નથી. એના ભાગે એવી ફિલ્મ કે એવું પાત્ર નથી આવ્યાં જેના માટે આફરીન પોકારી જવાય. સાથે એ પણ નોંધવું રહ્યું કે એના ભાગે સાવ શોભાની પૂતળી રહેવાનું હોય એવાં પાત્રો ઓછાં આવ્યાં છે. આપણે જે બે નવી રિલીઝની વાત કરવાના છીએ એમાં પણ એનાં પાત્ર તો દમદાર જ છે. તો ચાલો, કરીએ એમની વાત.

એમેઝોન પ્રાઇમ પર આવેલી ‘કૉલ મી બે’ સિરીઝમાં આઠ એપિસોડ છે. સર્જક ઇશિતા મોઇત્રા, સમીના મોટલેકર અને રોહિત નાયર છે. દિગ્દર્શક કોલિન ડી’કુન્હા છે. અનેક વિદેશી ફિલ્મો અને સિરીઝની એના પર સખત છાંટ છે. દાખલા તરીકે “ધ માર્વલસ મિસીસ મૈસલ’, ‘એમિલી ઇન પેરિસ’, ‘ટુ બ્રોક ગર્લ્સ’ વગેરે. ભવ્ય બેકડ્રોપ, શ્રીમંતાઈની રેલમછેલ અને એની વચ્ચે એક કન્યાએ જીવન જીવવા, પોતાની જાત પુરવાર કરવા સંઘર્ષ કરવાનો અને જોવાની દુનિયા, સાવ નવી નજરે. એ છે ‘કૉલ મી બે’નો કથાસાર.

દિલ્હીના અતિ ધનાઢ્ય ઘરમાં પેદા થયેલી બેલા ઉર્ફે બેની એની માની એકમાત્ર દીકરી છે. એનો ઉછેર થયો જ છે એવા લક્ષ્ય સાથે કે દેશના ટોચના ધનકુબેર ઘરમાં એ વહુ તરીકે જાય. બેનાં લગ્ન થાય છે અગત્સ્ય (વિહાન સામત) સાથે જે અકલ્પનીય હદે અમીર ઘરનો નબીરો છે. પતિ પાસે બેને આપવા અપાર પૈસા છે પણ મુઠ્ઠીભર સમય નથી. બેઉ વચ્ચે વધતાં અંતર વચ્ચે બેલા આકર્ષાઈ જાય છે એના ટ્રેનર પ્રિન્સ (વરુણ સૂદ) તરફ અને પકડાઈ જાય છે છાનગપતિયાં કરતાં. બસ, પતિ અને મા બેઉના પરિવાર બેને એના ભાગ્ય પર મૂકી દે છે. બેલા પાટનગર છોડીને પહોંચે છે મુંબઈ અને શરૂ થાય છે સાવ નવીનક્કોર જર્ની.

Continue reading
Share:
Reading time: 1 min
Editor's choice, Entertainment

ક્યા સે ક્યા હો ગયા…

October 4, 2024 by egujarati No Comments

[su_pullquote]ઓટીટીનો અતિરેક રોક્યો રોકાઈ નથી રહ્યો. જેઓ પ્રમાણભાનમાં માનતા હતા અને એના આધારે જિંદગી ચલાવતા હતા એમાંના પણ અસંખ્ય લોકો ઓટીટીના ભરડામાં આવી ગયા છે. આ અતિરેકનું પરિણામ ભણતર, સામાજિક હળવામળવા પર, કામકાજ પર, અત્રતત્રસર્વત્ર દેખાઈ રહ્યું છે[/su_pullquote]

મુંબઈગરો એક યુવાન. એને આપણે શ્યામ સંબોધીશું. શ્યામ બત્રીસનો. વ્યવસાયે સોફ્ટવેર એન્જિનિયર. એની જિંદગીમાં કામકાજ અને દોડધામ સિવાય કશાને અવકાશ નહીં. ફિલ્મો જોવી તો દૂર, ઘરમાં શાંતિથી એકાદ ટીવી શો જોવો પણ એને પાલવે નહીં. હા, અખબારો વાંચવા, સવારે જોગિંગ જવા એના સમયપત્રકમાં એણે સજ્જડપણે સમય ગોઠવી રાખ્યો હતો, કારણ એ દ્રઢપણે માનતો કે આ પ્રવૃત્તિઓથી એની તંદુરસ્તી અને પ્રોડક્ટિવિટી બેઉ પર પોઝિટિવ ઇમ્પેક્ટ પડે છે. એ સાચો પણ હતો. કામની અસહ્ય દબાણ વચ્ચે પણ એ મોટાભાગે ફ્રેશ રહી શકતો એનું કારણ આ જોગિંગ અને મનમાં અનુભવાતી નિરાંત હતી. શનિવાર અને રવિવાર એમ બે રજા એને મળે. એ દિવસોમાં પણ એનું ટાઇમ ટેબલ બહુ વ્યવસ્થિતપણે ગોઠવેલું અને ચુસ્ત રહેતું. આ દિવસોમાં એ સોશિયલાઇઝિગ કરતો, નાની ટ્રિપ પર જતો, ટ્રેકિંગ અને હાઇકિંગના શોખને પોષતો, એકાદ પુસ્તક પા-અડધું પતાવી નાખતો અને ક્યારેક વળી લૉન ટેનિસ રમતો. ઇન શોર્ટ, ભલે બિઝી છતાં એની લાઇફ બેલેન્સ્ડ હતી. આ થઈ વાત આજથી સાત-આઠ વરસ પહેલાંની.

પછી ઓટીટીનો જુવાળ આવ્યો.

શ્યામના હાથમાં પણ સૌની જેમ ફાંકડો સ્માર્ટફોન હતો જ. ઓટીટી આવ્યા સુધી સ્માર્ટફોનનો ઉપયોગ એ રિશનિંગ કરતા કરતો. મતલબ લોકો સાથે સંપર્કમાં રહેવા અને અનિવાર્ય કામ પાર પાડવા. એને વિડિયો ગેમ્સ વગેરેનો નાદ સદભાગ્યે લાગ્યો નહોતો. એવામાં એકવાર એના એક મિત્રએ એને ગિફ્ટમાં આપ્યું બે-ત્રણ ઓટીટીનું સબસ્ક્રિપ્શન, “બી એન્ટરટેઇન્ડ, બડી. ઓફિસ-ઘર વચ્ચે આવતા-જતા શું બુક્સ વાંચતો હોય છે? એના કરતાં આ જો, મોજ પડી જશે.” મિત્ર નજીકનો હતો. શ્યામે સ્મિત વેરીને ગિફ્ટ સ્વીકારી, એમ વિચારીને, “ભલે એ ખુશ રહે, જોવું ના જોવું તો મારા હાથમાં છેને…”

ખરેખર શ્યામે ઘણા દિવસ સુધી એક પણ ઓટીટી પ્લેટફોર્મ ઓન કર્યું નહીં. પણ કહે છેને કે દરેક દૂષણની ક્યારેક શરૂઆત થવાની જ, તમે એના દાયરામાં રહ્યા તો તો નક્કી થવાની. શ્યામની આસપાસના સર્કલમાં હવે રોજ ઓટીટીની વાતો થતી. કોઈક ફલાણો શો જોઈને ચર્ચામાં ઊતરે તો કોઈક ઢીંકણો શો જોઈને. છેવટે એકવાર શ્યામે પણ પ્રવાસમાં પુસ્તકને બાજુએ મૂકીને બટન પ્રેસ કરી દીધું. ઓટીટી ઓન થઈ ગયું. એ પછી લાગ્યો નાદ. ધીમેધીમે કરતાંક નવા શોઝ, ડોક્યુમેન્ટરીઝ જોવામાં શ્યામનો રસ વધતો ચાલ્યો. હવે ઘર અને ઓફિસ વચ્ચેના પ્રવાસમાં છાપું-પુસ્તક ભુલાઈ ગયા. વીકએન્ડમાં હરવુફરવું ઓછું થઈ ગયું. રાતના સમયસર સૂવાની ટેવ છૂટતી ગઈ. બિન્જ વોચિંગ પણ શરૂ થઈ ગયું. એને લીધે, નોકરીમાં ક્યારેય મોડો નહીં પડતો કે બન્ક મારતો શ્યામ મોડો પણ પડવા માંડ્યો અને ક્યારેક એકાએક રજા પણ પાડતો થયો.

પરિસ્થિતિ એ હદે વણસી કે શ્યામનો સ્માર્ટફોન ઓટીટી એપ્સના આઇકન્સથી છલકાઈ ગયો. એમાં ગેમ્સ રમાડતી એપ્સ પણ ઉમેરાઈ ગઈ. શ્યામનું સ્વાસ્થ્ય મોળું પડવા માંડ્યુ.આંખો આસપાસ કાળાં કુંડાળાં થવા માંડ્યાં. આડાઅવળા સમયે સૂવાને લીધે પેટ બગડવા માંડ્યું. મિત્રોને મળવાનું ઓછું થઈ ગયું. અને છેવટે, વરસે કંપનીમાં પગારવધારા માટે મૂલ્યાંકરન એટલે અપ્રેઇઝલ આવ્યું ત્યારે શ્યામને કોઈ પગારવધારો ના મળ્યો. મળી તો શો કૉઝ નોટીસ કે તમારા પરફોર્મન્સમાં ઉત્તરોત્તર બગાડ કેમ થઈ રહ્યો છે એની ચોખવટ કરો બાકી કંપનીએ તમને કોઈક ઓછા મહત્વના ડિપાર્ટમેન્ટમાં ટ્રાન્સફર કરવા પડશે.

Continue reading
Share:
Reading time: 1 min
Editor's choice, Entertainment

ફસાયું બોલિવુડ, અને ઓટીટી પણ

September 27, 2024 by egujarati No Comments

[su_pullquote]આડેધડ નાણાં ખર્ચીને, મોટા સ્ટાર્સનાં ગજવાં ભરીને અને એમના ઇગો પોષીને, જાત પર ઝાઝા મુસ્તાક રહીને, હિન્દી ફિલ્મોએ પોતાનો જ દાટ વાળ્યો છે. એનું પરિણામ છે ઓછી ફિલ્મો અને ઓછી સફળતા. એને લીધો બોક્સ ઓફિસ અને ઓટીટી બેઉ માટે કપરાં ચઢાણ થયાં છે[/su_pullquote]

‘સ્ત્રી’ ફિલ્મે તો બધાંના ભુક્કા કાઢી નાખ્યા. બોલિવુડની એ સૌથી સફળ ફિલ્મ સાબિત થઈ છે. કેમ કરતા? પહેલું અને સૌથી વજનદાર કારણ એટલે ફિલ્મની ગુણવત્તા. ‘સ્ત્રી’માં એ બધું છે કે દર્શકનું દિલ જીતી શકે. બીજી વાત કે એ ચોખ્ખી ફિલ્મ હોવાથી સપરિવાર માણવાની મજા પડે છે. ‘એનિમલ’ જેવું નથી કે પરિવાર સાથે જોતા પડદે ચાલતાં દ્રશ્યોથી સંકોચ થાય. એ અલગ વાત કે એવા કોન્ટેન્ટ પછી પણ એ ફિલ્મ ખૂબ સફળ રહી. છતાં પ્રશ્ન છે કે ‘સ્ત્રી’ શા માટે બોક્સ ઓફિસ પર અકલ્પનીય રાજ કરી શકી?

એક કારણ, ભલે પ્રમાણમાં ઓછું મહત્વનું લાગે પણ છે મહત્વનું, એ કે ફિલ્મને રિલીઝ સમયે નડેલી થોડી સ્પર્ધા પછી એને મોકળું મેદાન મળ્યું. એટલું મોકળું કે હજી સુધી ફિલ્મને હચમચાવી શકે કે થિયેટર બહાર ફગાવી શકે એવી કોઈ ફિલ્મ આવી નથી. નજીકના ભવિષ્યમાં પણ નથી આવી રહી. આલિયા ભટ્ટવાળી ‘જિગરા’ અને રાજકુમાર રાવની ‘વિકી વિદ્યા કા વો વાલા વિડિયો’ રિલીઝ થાય ત્યાં સુધી બિગ સ્ક્રીન ઓપન છે. કોઈ અફલાતૂન ફિલ્મ જોવાની દર્શકને લગભગ તક મળવાની નથી. મુદ્દે, ‘સ્ત્રી’ને સમયસૂચકતા ફળી.

બીજી તરફ, કોવિડ અને પછી ઓટીટીએ દર્શકોને તડાકો પાડી દીધો હતો. મોટા ગજાના સ્ટાર્સની ફિલ્મો ત્યારે સીધી ઓટીટીની નાકલીટી તાણતી થઈ ગઈ હતી. પરિસ્થિતિ એ હદે ચિંતાજનક હતી કે ઘણા સ્ટાર્સ બોક્સ ઓફિસનો સામનો કરવો પડે એવી ફિલ્મ સાઇન કરવાથી અળગા થઈ ગયા હતા. રખેને ફિલ્મ ફ્લોપ જાય તો… ઇન ફેક્ટ, અત્યારે પણ બહુ પોસાવવા જેવો ફરક પડ્યો નથી. ઝીણી આંખે જોશો તો સમજાશે કે હજી હમણાં સુધી જેમની ફિલ્મો દર્શકોમાં ઉત્કંઠા જગાડતી હતી એવા ઘણા સ્ટાર્સ મોટા પડદાથી દૂર છે. અમુક તો ઓટીટી પણ અજમાવાને તૈયાર નથી.

બેઉનો તાળો મેળવીએ તો એક સત્ય સામે આવે છેઃ આપણી એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રી, ખાસ તો બોલિવુડ, એવા ત્રિભેટે છે જ્યાં એક તરફ ખીણ છે તો બીજી તરફ કૂવો.

 

Continue reading
Share:
Reading time: 1 min
Page 14 of 35« First...10«13141516»2030...Last »

About Me

image Hello. I am Sanjay V. Shah. I live in Mumbai, India. I am a journalist and an author since 1995. I have been associated with leading Gujarati and English publications since the very beginning of my career. Here, I will share my articles with you on varied subjects. Read, enjoy, and do leave your feedback. Thanks!

Socialize with me

Popular Posts

કોરિયન ડ્રામાઃડ્રામાઃ સ્ક્રિપ્ટની કસોટીથી વૈશ્વિક વિજય સુધી ઇન્ટ્રો

કોરિયન ડ્રામાઃડ્રામાઃ સ્ક્રિપ્ટની કસોટીથી વૈશ્વિક વિજય સુધી ઇન્ટ્રો

27.07.2026

દુબઈ સફરઃ ભાગ બેઃ દુબઈ ફ્રેમ, ફેસ્ટિવલ સિટી મૉલ અને દેશી ભોજન

03.11.2022
વારાણસી ડાયરી – ભાગ 01

વારાણસી ડાયરી – ભાગ 01

Categories

  • Editor's choice
  • Entertainment
  • Lifestyle
  • Literature
  • Rankaar
  • Travel
  • Uncategorized

Search

Recent Posts

કોરિયન ડ્રામાઃડ્રામાઃ સ્ક્રિપ્ટની કસોટીથી વૈશ્વિક વિજય સુધી ઇન્ટ્રો

કોરિયન ડ્રામાઃડ્રામાઃ સ્ક્રિપ્ટની કસોટીથી વૈશ્વિક વિજય સુધી ઇન્ટ્રો

27.07.2026
અમર વિશ્વાસઃ દસ એપિસોડ માફક આવશે?

અમર વિશ્વાસઃ દસ એપિસોડ માફક આવશે?

25.07.2026
This error message is only visible to WordPress admins

Error: No feed found.

Please go to the Instagram Feed settings page to create a feed.

© 2022 copyright Sanjay V Shah // All rights reserved
Designed by Mangrol Multimedia Ltd.