Sanjay V Shah - Author, Journalist
  • Home
  • Articles
    • Rankaar
    • Entertainment
    • Travel
    • Literature
    • Other
  • About
  • Contact
  • Privacy Policy
  • Terms & Conditions
Home
Articles
    Rankaar
    Entertainment
    Travel
    Literature
    Other
About
Contact
Privacy Policy
Terms & Conditions
Sanjay V Shah - Author, Journalist
  • Home
  • Articles
    • Rankaar
    • Entertainment
    • Travel
    • Literature
    • Other
  • About
  • Contact
  • Privacy Policy
  • Terms & Conditions
Editor's choice

વાઇબ્રન્ટ ગુજરાત કેવુંક રહ્યું

January 13, 2024 by egujarati No Comments

પાંચ વરસે થયેલી ઇવેન્ટ વાઇબ્રન્ટ ગુજરાતમાં કેવી રહી? એના ભપકા અને ગુજરાતમાં રોકાણો વિશે ઘણું છપાયું. 2019માં ઇવેન્ટમાં જઈને એનાથી બેહદ પ્રભાવિત થાય પછી આ વરસે ખૂબ ઉત્સાહ હતો. આશા હતી કે કોવિડ છી અને અમૃતકાળમાં યોજાનારી ઇવેન્ટ ક્યાંય વધુ સારી અને લાભકારી રહેશે. બેશક, રાજ્યમાં રોકાણની દ્રષ્ટિએ કદાચ એવું પરિણામ આવ્યું છે. એ સિવાયનાં નિરીક્ષણો આ રહ્યાંઃ

  • સુપર વીઆઈપીઝથી માંડીને સામાન્ય માણસ સુધી સૌ માટે ખુલ્લી ઇવેન્ટમાં સામાન્ય વિઝિટર્સ અને નાના વેપારી હેરાન થયા. ખાસ તો પહેલા દિવસે, જ્યારે સિલ્વર અને બ્લ્યુ રંગના બેજ સાથે પ્રવેશ મેળવતા એમના નાકે દમ આવી ગયો. દેશમાં સો ટકા વીજળી પુરવઠો કરવા સુધીની સિદ્ધિ મેળવવા સુધી પહોંચી ગયેલા વડા પ્રધાન નરેન્દ્રભાઈના હોમ સ્ટેટમાં બેજ જારી કરનારાં કાઉન્ટર્સ પર વીજળી ગૂલ હતી. એના લીધે થયેલી સખત ભીડ, ત્રાસ અને અવ્યવસ્થાએ દાટ વાળ્યો. 
  • સિલ્વર અને બ્લ્યુ કાર્ડધારકોને શુભારંભ ઇવેન્ટમાં પ્રવેશ નહીં છતાં એવી જાણ કરાી નહોત. એટલે સૌ વહેલી સવારથી પહોંચવામાં માંડ્યા. પછી એવા ગોસમોટાળા કે ના પુછો વાત. એક તો પ્રવેશ માટે કાર્ડ લેવામાં અને પછી બપોરે બે વાગ્યા સુધી શું કરવું એની મથામણમાં.
  • અસંખ્ય વીવીઆઈપીઝ, દેશ અને વિદેશના સત્તાધીશો હાજર હોવાથી ગાંધીનગરના રસ્તા અત્રતત્રસર્વત્ર કોર્ડન કરી દેવાયા હતા. એનાથી ગાંધીનગર પોલીસ અને આયોજકોએ સામાન્ય લોકો માટે ઇવેન્ટના મુખ્ય પ્રાંગણ સુધી પહોંચવું દુષ્કર કરી નાખ્યું હતું. બસની ફેરી સર્વિસ હતી પણ પહેલા દિવસે એની જાણ થાય એની સચોટ વ્યવસ્થા નહોતી. 
  • બપોરે બ્લ્યુ-સિલ્વરધારીઓને પ્રવેશ શરૂ થયો કે પ્રવેશદ્વાર ધાંધલ જેવ સ્થિતિ થઈ. સિક્યોરિટી ચેકમાં ખાલી હાથે પસાર થવું થોડું સહેલું હતું પણ નાનકડી પણ બેગ હોય તો કામથી ગયા જેવી સ્થિતિ હતી. 
  • 2019ની તુલનામાં 2024ની મિસમેનેજમેન્ટ વધ્યું હતું. ગુજરાતની ગરિમા અને તાકાત માટે એ યોગ્ય નહોતું. 
  • વિવિધ સેમિનાર્સ અને કાર્યક્રમો હાઉસફુલ રહ્યા પણ નબળા આયોજનને લીધે એ પૂરા માણી શકાય તેવો માહોલ નહોતો. 
  • આ વખતે બ્લ્યુ-સિલ્વર કાર્ડધારકોને ભોજનના પાસ નહોતા અપાયા. ગયા વખતે અપાયા હતા. ભોજન નહીં મળે એની જાણ નહોતી કરાઈ. રસ્તાનાં નિયંત્રણો વચ્ચે ઇવેન્ટથી બે-ત્રણ કિલોમીટર દૂર જઈ ખાવું શક્ય નહોતું. હા, પેઇડ ફૂડ કોર્ટમાં મળતી વાનગીઓ વાજબી દામે ઉપલબ્ધ હતી ખરી.  
  • વિદ્યાર્થીઓ અને યુવાનો માટે ઇવેન્ટ એન્ટરટેઇનમેન્ટ જેવી હતી. મોટી સંખ્યામાં તેઓ ઉમટ્યા હતા. નેટવર્કિંગ માટે આવેલા વેપારીઓનો જોકે ખો નીકળી ગયો હતો. 
  • બી-ટુ-જી એટલે બિઝનેસ ટુ ગવર્નમેન્ટ મીટિંગ્સનાં સરકારી કાઉન્ટર્સ પર અધિકારીઓની હાજરી અને ગેરહાજરી મનમરજી મુજબની હતી. પહેલાં આવું નથી જોયું. મીટિંગ્સ કરનારા ઘણાનો મત આવો હતો, “મજા નહીં આવી…”
  • પાણી, ચા-કૉફી અને બિસ્કિટ, ત્રણ ચીજો સહેલાઈથી અને ઘણી જગ્યાએ વિનામૂલ્યે ઉપલબ્ધ હતી. 
  • મૂળ ઉત્તર પ્રદેશના અને દેશ તથા અમેરિકા વચ્ચે આવજા કરતા એક યુવાન વેપારીનું નિરીક્ષણ આ હતું, “તમારે નેટવર્કિંગની સરખી ગોઠવણ કરવી નહોતી તો મોટા ઉપાડે બોલાવ્યા શા માટે?”
  • આગલા દિવસ સુધી રાજકોટમાં પાટીદાર સંમેલનમાં હાજરી આપીને આવેલા બીજા એક વેપારીએ કહ્યું, “આના કરતાં સારી વ્યવસ્થા તો ત્યાં હતી.”
  • 2019માં ઇવેન્ટની એપ સરસ કામ કરતી હતી. એનાથી નેટવર્કિંગની આગોતરી મીટિંગ્સ સરસ ગોઠવી શકાતી હતી. આ વખતે લોચો હતો. મીટિંગ ફિક્સ કરવા મોકલેલા મેસેજના પ્રત્યુત્તર મળતા નહોતા. છોગામાં, સર્ચમાં સૌથી આયોજક સાથે સંકળાયેલી કંપનીઓના લોકો જ દેખાતા હતા.
  • વાઇબ્રન્ટને લીધે ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશન જોવાની તક મળી. એનાં વખાણનાં બહુ પોટલાં મીડિયામાં ખોલાયાં હતાં. મનમાં હતું કે કમાલનું સ્ટેશન હશે. ઉત્સાહ વચ્ચે રાતના સાડાઅગિયાર આસપાસની ટ્રેન માટે સાડાઆઠ વાગ્યામાં પહોંચી ગયા. જોયું તો કાંઈ કરતાં કાંઈ ના મળે. પાણી પણ નહીં. ખાવાનું ભૂલી જ જાવ. માથે ઝળુંબતી લીલા હોટેલના કેફેમાં જવાનું વિચાર્યું તો ત્યાં પહોંચાડતી લિફ્ટ બંધ હતી. આ સ્ટેશને ટ્રેન્સ જૂજ હોવાથી બની શકે આખો દિવસ સગવડો ધમધમતી રાખી ના શકાય પણ વાઇબ્રન્ટ વખતે, એ દિવસોમાં પસાર થતી ટ્રેન્સના સમય વખતે પ્રાથમિક જરૂરિયાતોની પૂર્તિની તસદી લઈ શકાઈ હોત. અમે હોંશીલા ભૂખ્યા પેટે, સામાન ઢસડતાં સ્ટેશને પહોંચી તો ગયા પણ પાછા સામાન ઢસડતાં ફૂડ કોર્ટે જવું પડ્યું જેથી પેટમાં કાંઈક તો જાય.  
  • અમે સમાપન સમારોહ માટે રોકાયા નહીં. એમાં શું થયું એ કહેવું અઘરું છે. પણ એટલું નક્કી કે વાઇબ્રન્ટના બે દિવસ ગયા વખતની તુલનામાં ઓછા ફળદાયી રહ્યા. 
  • ત્રણ દિવસમાં કથિત રૂ. 26.33 લાખ કરોડના રોકાણને આકર્ષનારી ઇવેન્ટ બેશક સરકારી દ્રષ્ટિકોણથી, રાજ્યના ઉજળા ભવિષ્યના દ્રષ્ટિકોણથી બેહદ સફળ ગણાય. એ માટે રાજ્ય સરકાર અને મોદી બેઉ અભિનંદનને પાત્ર છે પણ, હજારો વેપારીઓ જેમાં વેપારમાં લાભકારક નેટવર્કિંગ અને જ્ઞાનોપાર્જનની આશાએ આવે એ ઇવેન્ટમાં એમને વધુ સારી સગવડ આપી જ શકાય. આશા રાખીએ આવતી વાઇબ્રન્ટ ગુજરાત ઇવેન્ટમાં એ થશે.
Share:
Reading time: 1 min
Editor's choice

સ્ટોકટેક 2024: ટેકનોલોજી વર્સેસ સિક્યોરિટી

January 13, 2024 by egujarati No Comments
એઆઈ અને મશીન લર્નિંગ જેવી અદ્યતન ટેક્નોલોજીો સ્ટોક બ્રોકિંગના વ્યવસાય પર સકારાત્મક અસર કરી રહી છે. અન્ય વ્યવસાયોથી વિપરીત શેર બજાર સાથે સંકળાયેલા કામકાજ માટે આ ટેક્નોલોજી વિકાસમાં પૂરક બની રહી છે. એસોસિયેશન ઓફ નેશનલ એક્સચેન્જિસ મેમ્બર્સ ઓફ ઇન્ડિયા (એએનએમઆઈ કે એન્મી)ની ઇવેન્ટ સ્ટોકટેક 2024માં આ વિશે અગત્યના મુદ્દા ઉજાગર થયા હતા 

ટેક્નોલોજીના બદલાતા રૂખ અને શેર બજાર તથા બ્રોકિંગ બિઝનેસ પર એના પ્રભાવ વિશે શુક્રવારે મુંબઈના ગોરેગામમાં સ્ટોકટેક 2024નું આયોજન થયું હતું. નેશનલ એક્સચેન્જ મેમ્બર્સ ઓફ ઇન્ડિયા (એએનએમઆઈ કે એન્મી)ના નેજા હેઠળ આયોજિત સ્ટોકટેકમાં સાઇબર સિક્યોરિટીમાં વધુ રોકાણ કરવા સાથે બિઝનેસ માટે એની ઉપયોગિતા અને મહત્તા વિશે પણ વિમર્શ થયો હતો .

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ) સ્ટોકટેક 2024માં એક અગત્યનો મુદ્દો હતો. અનેક વેપારોનાં સમીકરણો એઆઈને લીધે બદલાવાનો ભય પ્રવર્તી રહ્યો છે. એનાથી વિપરીત, સ્ટોક બ્રોકિંગના વ્યવસાય પર એના નકારાત્મક પરિણામો થવાને બદલે સકારાત્મક ફેરફાર થવાનો મત ઘણા સહભાગીઓનો હતો. એનું કારણ કે એલ્ગોરિધમ સહિતનાં ટેક્નોલોજી આધારિત સંશોધનોને કારણે શેર ટ્રેડિંગ વધુ ધારદાર થઈ શકે છે. ઘણા બ્રોકર્સ પહેલેથી જ એલ્ગોરિધમનો ઉપયોગ કરીને એમના ગ્રાહકોને વધુ સારી સેવા સહિત શેર ટ્રેડિંગથી વધુ સારો નફો રળવામાં સહાયરૂપ થઈ રહ્યા છે.  

એએનએમઆઈમાં 900થી વધુ સ્ટોક બ્રોકર્સ સભ્યો છે. ડિજિટાઇઝેશન તરફ આગળ વધવાની સ્ટોક બ્રોકિંગની ગતિ પણ વધી રહી છે. માત્ર શેરની લેવેચ નહીં પણ અન્ય બાબતોમાં પણ આ વ્યવસાયમાં ટેક્નોલોજી મહત્ત્વપૂર્ણ યોગદાન આપી રહી છે. 

આ અવસરે ઉપસ્થિત સેબીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર વી. એસ. સુંદરસેને જણાવ્યું હતું, “જ્ઞાનના આદાનપ્રદાન માટે સ્ટોકટેક એક અત્યંત ઉપયોગી મંચ છે. ટેક્નોલોજી અપનાવતી વખતે આવશ્યક દક્ષતા અને જોખમોની સમજણ રાખવાથી એ વધુ સારું પરિણામ આપે છે. તેજ ગતિથી થતા આવિષ્કારોના આ સમયમાં વિકાસ અને વિવેક વચ્ચે સંતુલન જાળવવાનું દાયિત્વ એના સર્જકો અને વપરાશકર્તાઓની સમાન ધોરણે છે. ”

એન્મીના વેસ્ટર્ન રિજનના ચેરમેન મિલન પરીખે જણાવ્યું હતું કે એપીઆઈ આધારિત બ્રોકરેજ કંપનીઓ એમના ગ્રાહકોને ખાતું ખોલવાથી માંડીને તમામ કાર્યો અને સેવા વધુ સારી રીતે ટેક્નોલોજીને લીધે પૂરી પાડવા સક્ષમ બની છે. દરેક પસાર થતા દિવસ સાથે એલ્ગોરિધમ ટ્રેડિંગ વધી રહ્યું છે. સોફ્ટવેરથી સ્વયંચાલિત ટ્રેડિંગ આસાન બન્યું છે. 

એન્મીના કન્વિનર અને વેસ્ટર્ન રિજનની એક્ઝિક્યુટિવ કમિટીના સભ્ય મહેશ દેસાઈએ ડેટા એનાલિટિક્સ, એઆઈ, મશીન લર્નિંગ વગેરેની વિશિષ્ટતાઓ વિશે ઉપયોગી જાણકારી વહેંચતાં જણાવ્યું હતું કે સ્ટોક માર્કેટના વિકાસ માટે એ અગત્યનાં પરિબળો છે. એમનવા મતે, “મશીન લર્નિંગ અને એઆઈને લીધે બજારમાં સર્જાતાં અસાધારણ જોખમો વિશે પહેલાંથી વધુ સારી રીતે સતર્ક અને સુસજ્જ રહેવું શક્ય બન્યું છે.”

ઇવેન્ટમાં એનસીડીઆએક્સના ચીફ ટેકનોલોજી ઓફિસર વિરલ દાવડા, ટીએસએસના સ્થાપક સાગર તન્ના, સીડીએસએલના એમડી અને સીઈઓ નેહલ વોરા, બીએસઈના એમડી અને સીઈઓ સુંદરરામનન કિષ્નમૂર્તિ, સેબીના જનરલ મેનેજર શ્રી અવનીશ પાંડે, એન્મીની નેશનલ કાઉન્સિલના ડિરેક્ટર નીરવ ગાંધી, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિક્યોરિટીઝ માર્કેટ્સના ચીફ જનરલ મેનેજર દીપક ત્રિવેદી સહિત અનેક મહત્ત્વના લોકો ઉપસ્થિત હતા.

બદલાતી ટેક્નોલોજી અને શેર ટ્રેડિંગ વિશે એએનએમઆઈએ એક મહત્ત્વપૂર્ણ સર્વેક્ષણ કર્યું હતું. અનેક બ્રોકર્સ એમાં સહભાગી થયા હતા. સર્વેક્ષણમાં જાણવા મળેલાં અમુક અગત્યનાં તારણો આ મુજબ છે.

  • એએનએમઆઈના વેસ્ટર્ન રિજનના 82% બ્રોકર્સ સાઇબર સિક્યોરિટીમાં વધુ રોકાણ કરીને એમના ગ્રાહકોને વધુ સારી સેવા અને સુરક્ષા પૂરો પાડવાની તત્પરતા ધરાવે છે. આઈટીમાં કર્મચારીઓની સંખ્યા વધારવાની તત્પરતા 71.1% ધરાવે છે.
  • 82.3% સહભાગીઓના મતે સાઇબર સિક્યોરિટીના મોરચે યોગ્ય પગલાં લેવાથી એમના બિઝનેસ સાઇબર એટેકનો વધુ સુસજ્જતા સાથે સામનો કરી શકશે.   એઆઈને લીધે બિઝનેસ પર નકારાત્મક અસર નહીં પડે એવો મત 62% બ્રોકર્સનો હતો.
  • 53.1% સહભાગીઓએ જણાવ્યા પ્રમાણે 2023માં તેમણે આઈટી સંબંધિત સમસ્યાનો સામનો નહોતો કરવો પડ્યો. સામે પક્ષે, આઈટી માટે થતા ખર્ચમાં વીતેલા વરસમાં 20% વધારો થયો હોવાનું પણ જાણવા મળ્યું હતું.
Share:
Reading time: 1 min
Entertainment

નવા વરસનાં નવાં મનોરંજન

January 12, 2024 by egujarati No Comments
મસ્ત 2024એ પગલાં પાડી દીધાં છે. ઓટીટી પર આ વરસે ઘણું ઘણું નવું અને જૂનાની નવી સીઝનનું જોવા મળવાનું છે. તો, શું માણવાનું છે આ વરસે એની વાત કરીએ

 ઇન્ડિયન પોલીસ ફોર્સઃ પોલીસ ખાતાની સિરીઝ અને ફિલ્મો આપણે ત્યાં બહુ જોવાય છે. કોઈકમાં પોલીસ હીરો તો કોઈકમાં સમાજનો દુશ્મન. રોહિત શેટ્ટીનું સર્જન અને એમની સાથે સુશ્વાંત પ્રકાશે દિગ્દર્શિત કરેલી નવી સિરીઝ ‘ઇન્ડિયન પોલીસ ફોર્સ’ વરસની પહેલી સૌથી આશાસ્પદ સિરીઝ છે. એ એક્શન થ્રિલર છે, મોટ્ટા સ્ટાર્સ ધરાવે છે અને ખર્ચાળ પણ છે. સિરીઝ પ્રાઇમ વિડિયો પર 19 જાન્યુઆરીએ સ્ટ્રીમ થવાનું શરૂ કરશે. સાત એપિસોડ્સ છે. એમાં સિદ્ધાર્થ મલ્હોત્રા, શિલ્પા શેટ્ટી, વિવેક ઓબેરોય, શ્વેતા તિવારી, નિકિતિન ધીર, શરદ કેળકર, મુકેશ રિશી વગેરે ફાંકડા રોલમાં જોવા મળશે.

આશ્રમઃ ભગવાન હૂં મૈં… એવો દાવો કરતા પાખંડી બાબા નિરાલા તરીકે બોબી દેઓલને સૌએ માણ્યો છે. એની સાથે સિરીઝમાં ચંદન રોય સન્યાલ, અદિતી પોહણકર, તુષા પાંડે, દર્શન કુમાર, અનુપ્રિયા ગોએન્કા, ત્રિધા ચૌધરી જેવાં કંઈક કલાકારોને ઝળકતાં આપણે જોયાં છે. એની ઓલરેડી ત્રણ સીઝન થઈ ચૂકી છે. પહેલી સુર હતી, બીજી પણ સારી અને ત્રીજી ઠીકઠીક હતી. ચોથી સિરીઝમાં સર્જક પ્રકાશ ઝા કયો જાદુ પાથરશે એની હવે ઇંતેજારી છે. એનું ટ્રેલર આવી ચૂક્યું છે. 19 જાન્યુઆરીએ એમએક્સ પ્લેયર પર ચોથી સીઝન શરૂ થાય એટલે ખબર કે એમાં કેટલો દમ છે. એટલું જરૂર ધારી શકાય કે ઝા જેવા સિદ્ધ સર્જકની સિરીઝ અપેક્ષા કરતાં સાવ ઊણી ઊતરવાની નથી.

પંચાયતઃ દેશી ભારતને દમદાર રીતે દર્શકો સુધી પહોંચાડવામાં ઊંચે ઝંડા ફરકાવનારી નોંધનીય સિરીઝ એટલે ‘પંચાયત.’ સિરીઝ બનાવવાની શરૂઆત કરતી વખતે કદાચ મેકર્સે પણ નહીં વિચાર્યું હોય એવી સફળતા સિરીઝને મળી છે. જિતેન્દ્ર કુમારને અભિષેક ત્રિપાઠી તરીકે દર્શકોએ વધાવ્યો તો ખરો, સાથે સ્ટાર પણ બનાવ્યો. સાથે છે નીના ગુપ્તા, રઘુબીર યાદવ, ફૈઝલ મલિક, ચંદન રોય જેવાં કલાકારો. દરેકે પાત્રને સરસ જીવ્યું છે. સાન્વિકાએ એમાં પ્રધાનની દીકરી રિન્કી તરીકે પાછલી એટલે બીજી સીઝનમાં એન્ટ્રી લીધી હતી. ત્રીજી સીઝન આવી રહી છે 15 જાન્યુઆરીથી, પ્રાઇમ વિડિયો પર. ઉત્તર પ્રદેશના કાલ્પનિક ગામ ફુલેરામાં ત્રિપાઠી એન્ડ ટીમ હવે કયા નવા રંગો પાથરશે એ જોવાની ઉત્સુકતા શમાવવા તૈયાર રહેજો.

હીરામંડીઃ સંજય લીલા ભણસાલીનું કોઈ પણ સર્જન હોય, દર્શકો જબ્બર આતુરતા સાથે એની પ્રતીક્ષા કરે એમાં નવાઈ શી? ‘હીરામંડી’ જોકે ક્યારની આવુંઆવું કરી રહી છે. લાહોરમાં આવેલો રેડ લાઇટ એરિયા, જે શાહી મોહલ્લા તરીકે પણ ઓળખાય છે (પાકિસ્તાની ફિલ્મ બોલમાં એને સરસ રીતે પેશ કરાયો હતો) એની આસપાસ ઘુમરાતી ભણસાલીની સિરીઝ નેટફ્લિક્સ પર આ વરસે તો આવી જ જશે એવી આશા અસ્થાને નથી. મનીષા કોઈરાલા, સોનાક્ષી સિંહા, હુમા કુરેશી, અદિતી રાવ હૈદરી, રિચા ચઢ્ઢા, સંજિદા શેખ, શરમીન સેહગલ… એકએકથી જાણીતી માનુનીઓ સિરીઝમાં ઝળકવાની છે. આઝાદી પહેલાં હીરામંડી શું ચીજ હતી એ જોવા અને ભણસાલીની ભવ્યતા માણવામાં ખરેખર મજા પડવાની છે.

ફર્ઝીઃ રાજ અને ડી.કેની શાહિદ કપૂરને ચમકાવતી, પ્રાઇમ વિડિયોની સિરીઝ ‘ફર્ઝી’ની પહેલી સીઝન સારી જરૂર હતી, પણ અસાધારણ નહોતી. છતાં, સ્ટારડમ સાથેની આ સિરીઝની નવી સિરીઝ આવે એ સહજ ગણી શકાય. નકલી ચલણી નોટોની વાત કરતી આ સિરીઝની પહેલી સીઝન ગયા વરસની શરૂઆતમાં આવી હતી. નવી સીઝન બરાબર એક વરસે આવવાના આસાર છે. શાહિદ ઉપરાંત એમાં વિજય સેતુપતિ, કે કે મેનન, ઝાકીર હુસેન, અમોલ પાલેકર, રાશિ ખન્ના, ભુવન અરોરા વગેરે પણ છે. એની નવી સીઝન આવવાની છે એ શાહિદે જાતે જાહેર કર્યું હતું. જોવાનું એ રહે છે કે ક્યારે અને કેટલા એપિસોડ્સ સાથે.

Continue reading
Share:
Reading time: 1 min
Entertainment

બે ફિલ્મોની વાત…

January 5, 2024 by egujarati No Comments
‘મસ્ત મેં રહને કા’ અને ‘ધક ધક’ બેઉ એકમેકથી ભિન્ન ફિલ્મો છે. એકમાં મુંબઈના એકલવાયા વૃદ્ધો સહિત સ્ટ્રગલર્સની વાત છે. બીજામાં બાઇક સફરે નીકળી પડતી ચાર મહિલાઓની વાત છે. વિષયના નોખાપણાને રજૂ કરતી આ ફિલ્મોની વાત કરીએ…

 જેકી શ્રોફ અને નીના ગુપ્તા ચેમ્પિયન કલાકારો છે. બેઉએ ઇન્ડસ્ટ્રીમાં 1982માં પદાર્પણ કર્યું એ યોગાનુયોગ છે. બેઉને લીડ રોલમાં ચમકાવતી ફિલ્મ ‘મસ્ત મેં રહને કા’ એમેઝોન પ્રાઇમ પર આવી છે. એની અને પછી, મહિલા બાઇકર્સના નોખા વિષયની, તાપસી પન્નુ જેનાથી નિર્માત્રી બની એવી ‘ધક ધક’ નામની ફિલ્મની વાત કરીએ.

‘મસ્ત મેં…’ વાત છે વી. એસ. કામત (જેકી) અને પ્રકાશ કૌર હાંડા (નીના)ની. વૃદ્ધ, એકલવાયા કામતને મિત્રો નથી. એની દિનચર્યા નીરસ છે. સ્ત્રી સાથે એક વાક્ય બોલ્યે એને દાયકાથી વધુ સમય થયો છે. રોજ સવારે ગાર્ડન જવું, દરિયે બેસવું, રાત પડ્યે દારૂ ઢીંચવો અને સ્ટ્રીટ ફૂડ ઠૂસીને લુઢકી જવું એ એની લાઇફ છે.

કથામાં બીજી તરફ ટેલર નન્હે (અભિષેક ચૌહાણ) છે. એની પરિચિત, બોલિવુડ ડાન્સર બિમલા ઉર્ફે બિલ્કીસ (રાખી સાવંત) એને કોસ્ચ્યુમસનો ઓર્ડર આપીને થાળે પડવાની તક આપે છે. મુંબઈમાં ટકી રહેવાના ફાંફા વચ્ચે નન્હે માટે એ ઓર્ડર બને છે તારણહાર. ટેલરિંગ સાથે એ એવાં દરેક કામ કરે છે જેનાથી બે પૈસા રળી શકાય. એમાં ચોરી કરવાનો અખતરો પણ સામેલ છે. એની પાટે ચડતી જિંદગીમાં ઝટકો ત્યારે આવે છે જ્યારે એને મળે છે મુંબઈને ઘોળીને પી ગયેલી રાની (મોનિકા પનવર).

Continue reading
Share:
Reading time: 1 min
Entertainment

ઓટીટી, બોલિવુડ અને વીતી ગયેલું વર્ષ

December 29, 2023 by egujarati No Comments
ઓટીટી પર આવતી ફિલ્મો બે પ્રકારની છે. એક જે થિયેટર માટે બનવા છતાં ત્યાં ચાલી નથી. એને માર્કેટિંગ કે નબળા મેકિંગનું વિઘ્ન નડે છે. બીજા પ્રકારની ફિલ્મ ફક્ત ઓટીટી માટે જ બને છે

મનોજ બાજપાયીને લીડ રોલમાં ચમકાવતી અપૂર્વ સિંઘ કર્કી ડિરેક્ટેડ ‘સિર્ફ એક બંદા કાફી હૈ’ વરસની ઉમદા ફિલ્મોમાં છે. વિવાદાસ્પદ ગોડમેન આસારામ બાપુના કિસ્સાથી એ પ્રેરિત છે. એક કિશોરી સાથેના કુકર્મના ચચત કેસમાં એડ્વોકેટ પી. સી. સોલંકી બાબાને સજા થાય એ સુનિશ્ચિત કરે છે એ છે વાર્તા. બાબાના વકીલે અદાલતમાં કિશારીને પુખ્ત હોવાનું સાબિત કરવા ઉધામા કરે છે. એમને પછાડવાનો પડકાર સોલંકી સામે છે. સારા લેખન, મેકિંગ, અભિનયથી ફિલ્મ વોચેબલ બની છે.

અમર કૌશિક દિગ્દશત ‘ચોર નિકલ કે ભાગા’માં યામી ગૌતમ અને સની કૌશલ છે. અલ બરકત શહેરના વીમા કંપનીનો માલિક અંકિત અને પ્રેમિકા નેહા, અંકિતના ગ્રાહકના ખોવાયેલા હીરા પાછા મેળવવા ધાડ પ્લાન કરે છે એ છે કથા. નેહા ફ્લાઇટ અટેન્ડન્ટ છે. ફિલ્મનો મોટો હિસ્સો પ્લેનમાં આકાર લે છે. વાર્તના વળાંકો અને થ્રિલર પ્રકાર એને ઉત્સુકતાસભર બનાવે છે. ઓટીટી પર ગયા વરસે મસ્ત ફિલ્મોથી અગ્રસર સ્થાન મેળવનારી યામી માટે આ ફિલ્મથી ૨૦૨૩ પણ સફળ રહ્યું છે.

Continue reading
Share:
Reading time: 1 min
Page 22 of 40« First...1020«21222324»3040...Last »

About Me

image Hello. I am Sanjay V. Shah. I live in Mumbai, India. I am a journalist and an author since 1995. I have been associated with leading Gujarati and English publications since the very beginning of my career. Here, I will share my articles with you on varied subjects. Read, enjoy, and do leave your feedback. Thanks!

Socialize with me

Popular Posts

નાથદ્વારા બદલાઈ રહ્યું છે

November 20, 2022

વેલકમ 2023 આ વર્ષે ઓટીટી પર શું જોશો?

January 6, 2023
વારાણસી ડાયરી – ભાગ 01

વારાણસી ડાયરી – ભાગ 01

November 3, 2022

Categories

  • Editor's choice
  • Entertainment
  • Lifestyle
  • Literature
  • Rankaar
  • Travel
  • Uncategorized

Search

Recent Posts

સિતારા ઘરઘરના

સિતારા ઘરઘરના

January 24, 2026
બ્રાન્ડ ન્યુ સિરીઝ 2026ની

બ્રાન્ડ ન્યુ સિરીઝ 2026ની

January 16, 2026
This error message is only visible to WordPress admins

Error: No feed found.

Please go to the Instagram Feed settings page to create a feed.

© 2022 copyright Sanjay V Shah // All rights reserved
Designed by Mangrol Multimedia Ltd.