આપણી ગઈકાલની આદતોમાં કંઈક ખાસ હતું. આપણે લોકોને મળતા હતા. ખાસ્સી ચર્ચાઓ કરતા હતા. માત્ર સ્ક્રીનમાં નહીં, એકમેકમાં ખોવાઈ જતા હતા. બધું પાછું આવી શકે ખરું?
ઓવર ધ ટોપ ઓટીટી પ્લેટફોર્મ્સ શું આવ્યાં કે કોણ જાણે કેટલી બાબતો ઘેરઘેર બદલાઈ ગઈ છે. સૌથી મોટું પરિવર્તન આવ્યું પારિવારિક વાતાવરણમાં, પરિવારજનોના એકમેક સાથેના સંવાદમાં. ટેલિવિઝને ઉપાડો લીધો ત્યારે પણ આવી સ્થિતિ નહોતી. ઇન ફેક્ટ, ટીવીનું, 1980ના દાયકાની શરૂઆતનું રાઉન્ડ પરિવારોને જોડનારું રાઉન્ડ હતું. રોજેરોજ નવ વાગ્યે અમુકતમુક સિરિયલ જોવા, રવિવારે થોકબંધ સિરિયલ્સ જોવા, ફિલ્મો જોવા, ફિલ્મી ગીતો (છાયાગીત, ચિત્રહાર) માણવા ઘરના સૌ સભ્યો એકસાથે ટીવી સામે ચોંટી જતા. ટીવી ક્યારેય પર્સનલ એન્ટરટેઇનમેન્ટ ગેજેટ નહોતું. છેક હમણાં સુધી કે જ્યાં સુધી ઓટીટી આવ્યું નહોતું. જરા ઊંડા પહોંચીએ.
એક સમયે વૈભવ ગણાતી નેટફ્લિક્સ, પ્રાઇમ વિડિયો, ડિઝની+ હોટસ્ટાર અને જિયો સિનેમા (હવે આ છેલ્લી બે એક થઈ ગઈ છે) જેવી ઓટીટી સેવાઓ સૌની જરૂરિયાત બની છે. પારિવારિક તો ઠીક, અંગત ધોરણે જરૂરિયાત બની છે. જેને જ્યારે જે જોવું હોય એ જોવાની સગવડ આ પ્લેટફોર્મ્સે કરી આપી છે. પરંપરાગત ટેલિવિઝન અને સિનેમા કરતાં આ આખી વાત જુદી છે. ડિજિટલ સ્ટ્રીમિંગે દર્શકોની આદતો બદલી નાખી છે. ભારત અને વિશ્વભરમાં પરિવારિક વાતાવરણને એની અવળી અસર પડી છે.





Hello. I am Sanjay V. Shah. I live in Mumbai, India. I am a journalist and an author since 1995. I have been associated with leading Gujarati and English publications since the very beginning of my career.
Here, I will share my articles with you on varied subjects. Read, enjoy, and do leave your feedback. Thanks!